તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:વઢવાણ વિકાસ વિદ્યાલયની હોસ્ટેલમાં રાત્રિના સમયે આવારા તત્વો તોફાન મચાવતા હોવાની ફરિયાદ, વાલીઓએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
વઢવાણ વિકાસ વિદ્યાલયની હોસ્ટેલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો
 • હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા
 • રાત્રિના સિક્યુરિટીની વ્યવસ્થા ના હોવાથી વાલીઓનો હોબાળો

સુરેન્દ્રનગર જીલ્લાની વઢવાણ વિકાસ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 110 જેટલી બાળાઓને હોસ્ટલમાં રાત્રીના અંધારામાં આવારા તત્વો પ્રવેશ કરી અભદ્ર વર્તન કરતા હોવાની બૂમરાળ ઉઠવા પામી છે. આથી આજ રોજ આ બાળાઓના વાલીઓએ વઢવાણ વિકાસ વિદ્યાલય ખાતે ધસી જઇ ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો સામે હોબાળો મચાવ્યો હતો. અને આગામી દિવસોમાં અહીં સીક્યુરીટીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

હાલમાં કોરોના વાયરસના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને આખુ વર્ષ ઓનલાઇન શિક્ષણ જ કરવું પડતા એમના શિક્ષણ પર માઠી અસર થવા પામી છે. ત્યારે થોડા દી' અગાઉ ગુજરાતનાં આઠ મહાનગરોને બાદ કરતા અન્ય જગ્યાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાની વઢવાણ વિકાસ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 110 જેટલી બાળાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, રાત્રીના અંધારામાં આવારા તત્વો હોસ્ટલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી બાળાઓ સામે અભદ્ર વર્તન કરી છાકટા બને છે. વધુમાં અહીં રાત્રીના અંધારામાં સીક્યુરીટીની કોઇ જ વ્યવસ્થા ન હોવાથી આવારા અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળવા પામ્યું છે.

વઢવાણ વિકાસ વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળાઓ દ્વારા એમના વાલીઓને ફરીયાદ કરાતા વાલી મંડળોએ આજે વઢવાણ વિકાસ વિદ્યાલય ખાતે ધસી જઇ ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો સામે હોબાળો મચાવતા અફડાતફડી મચી જવા પામી છે. વાલીઓ દ્વારા અહીં રાત્રીના સમયે સીક્યુરીટીની વ્યવસ્થા કરવાની સાથે આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો