તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં સવારથી બપોર સુધી જ કોરોનાના ટેસ્ટની કામગીરી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધ્રાંગધ્રાની હોસ્પિટલ અને અર્બન સેન્ટરમાં પૂરતી ટેસ્ટિંગ કીટના અભાવે આ સમસ્યા સર્જાતી હોવાનું જાણવા મળ્યું છે. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ટેસ્ટની કામગીરી છેલ્લા 3 દિવસથી સવારમાં જ રિપોર્ટ કરવામાં આવે છે. બપોર બાદ ટેસ્ટિંગની કોઈ કામગીરી કરવામા આવતી નથી.
હાલ પાઈવેટ હોસ્પિટલમાં ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓની સંખ્યા જોવા મળી રહે છે. આ અંગે ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રીપોર્ટ કરવા આવેલા કલ્પનાબેન પ્રજાપતિએ જણાવ્યું કે, આજે અમે અહી કોરોના રીપોર્ટ કરાવવા માટે આવ્યા હતા. પરંતુ કીટ પુરી થઇ જતા રીપોર્ટ થઇ શક્યો નહોતો. હવે અમને કાલે સવારે સાડા નવ વાગ્યે બોલાવ્યા છે.
જ્યારે આ અંગે ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરના ડો.વર્ષાબેને જણાવ્યું કે, ગઇ કાલે અમને 25 અને આજે 50 એન્ટીજન કીટ મળી હતી. આથી 50 લોકોના કોરોના રીપોર્ટ કર્યા બાદ બાકીના લોકોને ધ્રાંગધ્રા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારી ડો.ધવલભાઇએ જણાવ્યું કે, અમને જીલ્લામાંથી 200 એન્ટીજન અને 200 આરટીપીસીઆર કીટો મળી હતી. જે અર્બન હેલ્થ સેન્ટર, ધન્વતરી રશ અને પીએચસી સહિતના સેન્ટરોમાં મોકલી આપવામાં આવી હતી. અને આજે ફરી જીલ્લામાંથી 500 કીટો મંગાવવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.