તપાસ:વડનગરમાંથી 1 લાખની રિક્ષા ચોરાયાની ફરિયાદ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગરમાં રહેતા 26 વર્ષીય સુરજભાઇ કાળુભાઇ રાઠોડ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 19 ઓગસ્ટના રોજ તેઓએ તેમના ઘરની પાસે રિક્ષા પાર્ક કરી હતી. જેમાં રાતના સમયે તેમના પિતા કાળુભાઇ રાઠોડે ઉઠી જોતા રિક્ષા નજરે ન પડતા તપાસ હાથ ધરી હતી. પરંતુ રિક્ષાનો કોઇ પત્તો ન મળતા અંતે તેઓએ એ ડીવીઝન પોલીસ મથકે રૂપિયા 1 લાખની રિક્ષા ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ એમ.એમ.વ્યાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...