તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સુરેન્દ્રનગરમાં મકાન પચાવવા બાબતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન પર ગેરકાયદે કબજો જમાવતા કલેક્ટરને ઓનલાઈન અરજી
  • અરજીના આધારે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ થતાં ફરિયાદ થઇ

વઢવાણના રહીશે વઢવાણ જ્યોતિનગર 80 ફૂટ રોડ પર રહેતા એક શખસ પાસેથી વેચાણે મકાન લીધું હતંુ. પરંતુ આ મકાન પર એક શખસે ગેરકાયદેસ કબજો પોતાની પાસે રાખી મકાન પડાવી પાડતા બી-ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ ધોળીપોળ હાથીખાના ડેલા પાસે ચકંદાની શેરીમાં રહેતા 38 વર્ષના હરેશભાઈ મોહનભાઈ સાવડિયા ધોળીપોળ રામજીમંદિર પાસે પટેલ ડેરી અને જનરલ સ્ટોર્સ નામની દુકાન ચલાવી વેપારી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હરેશભાઈના પરિચયમાં રહેલા હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે રૂ.4,00,000ની જરૂરી છે ઉછીના આપો અમારું મકાન વેચાય એટલે આપી દઈશું. આથી હરેશભાઈએ આ રૂપિયા આપ્યા અને થોડા દિવસ પછી હરેશભાઈને વિચાર આવ્યો કે આ મકાન હું વેચાતું લઇ લઉં.

હિતેન્દ્રસિંહના પિતા નરેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરી રૂ. 6,00,000માં નક્કી થયું હતું. અગાઉ હરેશભાઈએ 4,00,000 આપી દીધા અને બાકીની રકમ આપવાનું નક્કી કર્યું હતું. આ પછી નરેન્દ્રસિંહ હેમુભા જાડેજાની માલિકીનું વઢવાણ 80 ફૂટ રોડ પર જ્યોતિનગર નિલમણી પાર્કમાં આવેલા સરવે નં. 1933 પૈકી પ્લોટ નંબર 10 ક્ષેત્રફ‌ળ 29.08 ચોમી વાળું મકાન અઘાટ વેચાણ દસ્તાવેજથી 9-10-2020થી વેચાણે રાખી તે વખતે હરેશભાઈએ દસ્તાવેજ મુજબના રૂ. 2,12,000 રોકડા નરેન્દ્રસિંહને આપ્યા હતા.

પરંતુ 30-12-2020ના રોજ હરેશભાઈના નામ આ મકાન થઇ ગયું હોવા છતાં મકાનનો ગેરકાયદે કબજો નરેન્દ્રસિંહે પોતાની પાસે રાખી મકાન પચાવી પાડતા ઓનલાઇન અરજી કરી હતી. જેના આધારે હરેશભાઈએ બી-ડિવિઝન પોલીસ મથકે વઢવાણ રહેતા નરેન્દ્રસિંહ હેમુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી એચ.પી. દોશી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...