લેન્ડ ગેબ્રિંગ:સુરેન્દ્રનગરમાં પ્લોટની જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર સામે લેન્ડ ગેબ્રિંગની ફરિયાદ

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરીમાં આપેલી અરજીની તપાસ બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરમાં ખુલ્લા પ્લોટની જમીન પર ગેરકાયદે કબજો કર્યા અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ અરજી કરાઇ હતી.જેના માટે કલેક્ટર કચેરીની સમિતિની બેઠક બાદ આ ફરિયાદમાં લેન્ડ ગેબ્રિંગનો ગુનો દાખલ કરવાની સૂચના અપાઇ હતી.

આથી સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનેગાર સામે એફઆઇઆર નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગેબ્રિંગની 209અરજીઓ આવી છે જેમાં 10 અરજીમાં ગુનો નોંધાયો છે. રાજ્ય સરકારે જમીનો પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડક કાર્યવાહી માટે ધ ગુજરાત લેન્ડ ગેબ્રિંગ એક્ટ-2020 અમલમાં મુક્યો છે.
સાયલાની 6 અરજી
લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં આવેલ અરજીઓ પૈકી સાયલા તાલુકાની 6, મૂળી તાલુકાની 4, દસાડા તાલુકાની 1 અરજી એમ કુલ મળી 11 અરજીને દફતરે કરવાનો નિર્ણય આ બેઠકમાં કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકાની 2-2 અરજીઓ મળી કુલ 4 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે.

અત્યાર સુધીમાં 209 અરજી આવી
અત્યાર સુધીમાં કુલ 209 અરજી આવી છે. જેમાં 190નો નિકાલ કરાયો છે. 19 પર નિર્ણય બાકી છે. નિકાલ થયેલી અરજીઓ પૈકી 9ને ગુનો દાખલ કરવાની પરવાનગી અપાઈ છે. 181 અરજીને દફતરે કરવાનો નિર્ણય લેવાયો છે.

ભોગ બનનાર આ રીતે અરજી કરી શકે છે
અરજદારે કલેકટરને અરજીમાં સહી કરી પોતાનું નામ-સરનામું પ્રતિવાદીના નામ-સરનામા, પચાવી પડેલ જમીનનું ગામ-શહેર, જિલ્લા સરવે નંબર સહિતની માહિતી તથા જંત્રીની કિંમતની વિગતો રજૂ કરવા સાથે તમામ દસ્તાવેજોના દરેક પાના પર સહી કરી 3 નકલમાં અરજી કરવાની રહેશે. 2000 ફી ઇલેકટ્રોનિકસ માધ્યમથી ભરપાઇ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...