તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સુરેન્દ્રનગરમાં 3 સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી માલિકીની 8 ઓરડી પર કબજો કરનાર 3 સગાભાઇ સામે ગુનો

સુરેન્દ્રનગર શહેરની અલંકાર ટોકીઝની પાછળ, ડાયમંડ સોસાયટી પાસે વિનુભાઈની ચાલીમાં ખાનગી માલિકીની 8 ઓરડી પર કબજો કરી કારખાનું ઊભું કરી દેવાના મામલે 3 શખસ સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરની બ્રહ્મ સોસાયટી શેરી નં. 2માં રહેતા વિનોદરાય મહિપતરા દવેએ 12-9-1956ના રોજ અંલકાર ટોકીઝ પાછળ ડાયમંડ સોસાયટી પાસે 366 ચોરસવાર અને 6 ફૂટનો પ્લોટ ખરીદીને તેમાં 14 ઓરડી બનાવી હતી.

આ ઓરડીઓની સંયુક્ત માલિકી પ્રદિપભાઈ દવે અને તેમના ભાઈ ભરતભાઇ દવેની છે. આ ખાનગી માલિકીની 8 ઓરડી પર કબજો કરનાર શખસો અંગે પ્રદિપભાઇ દવેએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ-2020 અંતર્ગત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જે અંગે સમિતિ દ્વારા તપાસ કરીને રિપોર્ટ અપાયા બાદ કલેક્ટર દ્વારા 19-8-2021ના રોજ એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

પ્રદિપભાઈએ 3 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ સિટી સરવે નં. 5880, 5881,5882, 5883, 5884, 5885, 5886 અને 5887 વાળી ઓરડી કુલ સને-2012, સને-2013ની સાલમાં જુદા જુદા સમયે રાજકોટના ઇમ્તિયાઝખાન મહેતાબખાન પઠાણ અને સુરેન્દ્રનગરના યુસુફખાન મહેતાબખાન પઠાણે ગેરકાયદે રીતે જમીનદોસ્ત કરી તોડી પાડી મિલકતને નુકસાન કરી કબ્જો કર્યો. જેમાં 5 ઓરડીવાળી ખુલ્લી જગ્યા ઉપર પતરાનો શેડ બનાવી પતરાના પીપ બનાવવાનું કારખાનું બનાવ્યું હતું. 3 ઓરડીવાળી ખુલ્લી જગ્યાનો કબ્જો કરી 3 શખસ આ મિલકતનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. આથી બી-ડિવિઝન પોલીસ મથકે 3 સગાભાઈ રાજકોટના ઇમ્તિયાઝખાન મહેતાબખાન પઠાણ, સુરેન્દ્રનગરના યુસુફખાન મહેતાબખાન પઠાણ અને પરવેઝખાન મહેતાબખાન પઠાણ સામે ગુનો નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી એચ.પી.દોશી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...