વિવાદ:સુરેન્દ્રનગરમાં ઘરની સામે ગાડી પાર્ક કરવા બાબતે માર માર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ શ્રીજી દર્શન સોસાયટીમાં રહેતા રહીશે પોતાના દીકરાની તબિયત બગડતા સારવાર માટે ફોરવ્હીલ ગાડી લઇને ખાનગી દવાખાને સુરેન્દ્રનગર આવ્યા હતા. ત્યારે મારા ઘરની સામે ગાડી કેમ પાર્ક કરી તેમ કહીને પ્લાસ્ટીકના પાઇપથી માર મારી ઇજા કરતા બી-ડિવિઝન પોલીસ મથકે 1 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ ભક્તિનંદન સર્કલ પાસે શ્રીજી દર્શન સોસાયટીમાં રહેતા નિતેષભાઈ જીતેન્દ્રભાઈ દોશીને એક માસનો દીકરો છે. જેને જન્મથી બંને પગમાં તકલીફ છે. જેની સારવાર સુરેન્દ્રનગર મેગા મોલ સામે નુતન સ્વીટ માર્ટ વાળી ગલીમાં આવેલી ખાનગી દવાખાનામાં ચાલે છે.

આથી તા. 13 નવેમ્બરે નિતેષભાઈ તેમના પત્ની અને દીકરા સાથે ગાડી લઇ દવાખાને ગયા અને ગાડી દવાખાનાની બાજુમાં રોડની સાઇડમાં પાર્ક કરી હતી. નિતેષભાઇ પરત ફરતા સામેની બાજુમાં આવેલા ઘરમાંથી 1 શખસ આવીને મારા ઘરની સામે ગાડી કેમ પાર્ક કરેલી છે તેમ કહી પ્લાસ્ટીકના પાઇપથી નિતેષભાઈને માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

ઇજાગ્રસ્ત નિતેષભાઈને સારવાર માટે ગાંધી હોસ્પિટલે લઇ જવાયા હતા. નિતેષભાઈએ ઇન્દ્રજીતસિંહ સજુભા ઝાલા સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ બી.દેવથળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...