તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:હળવદના ઇસનપુરમાં ઘરમાં ઘૂસી સગીરાની છેડતી કરતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના ઇસનપુરમાં ઘરમાં ઘૂસી સગીરાની છેડતી કરતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ - Divya Bhaskar
હળવદના ઇસનપુરમાં ઘરમાં ઘૂસી સગીરાની છેડતી કરતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
  • પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી

હળવદના નવા ઈસનપુર ગામે સગીરાની એક સગીર સહિત બે શખ્સોએ છેડતી કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં ઘૂસી એકલતાનો લાભ લઈને બે શખ્સોએ સગીરાની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના ઇસનપુર ગામે રહેતી સગીરાએ એક સગીર વયના શખ્સ અને મનસુખ જેરામભાઈ પરમાર સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી સગીરા ઘરે એકલી હતી ત્યારે તેણીનો એકલતાનો લાભ લઇ બન્ને આરોપીઓ તેણીના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બન્ને આરોપીઓએ ફરિયાદી સગીરાની એકલતાનો લાભ લઈ છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...