સુરેન્દ્રનગરના મેઘાણીબાગના રહીશ દિપાલીબેન ખોખરાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્ન 5-6-2016ના રોજ દિવ્યેશભાઇ નગીનદાસ ડેલાવાળા રાજકોટ દિવાનપરાના રહીશ સાથે થયા હતા. તેમના સાસરિયામાં સાસુ, સસરા, નણંદ, દીયર શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ અવારનવાર ઘરકામ બાબતે મહેણા ટોણા મારતા હતા અને શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે તારા બાપે દહેજમાં કાંઇ આપ્યુ નથી કહી દહેજની માગણી કરતા હતા.
રસોઇ બાબતે ગાળો આપી તારા બાપના ઘરે જતી રહે અમરા ઘરે રહેવું હોય તો અમે કહી તેમ રહેવું પડશે કહી કાઢી મુક્યા હતા. પછી ઝઘડો નહીં કરીએ કહેતા પરત ગયા હતા. પરંતુ ફરી દવા આપવા અંગે ગાળો આપી અને માર મારી પિતાને તેડી જવા જણાવ્યું હતું.પછી રીસામણે સુરેન્દ્રનગર આવતા પતિ મનાવવા આવતા સુરેન્દ્રનગર મકાન ભાડે રાખી રહેતા હતા.
ઉનાળામાં ફ્રીજ લાવવા બાબતે કહેતા પતિએ માર મારતા સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.પછી પતિ ચંપારણ જવાનું કહી પિતાના ઘેર મુક્યા બાદ લેવા ન આવતા સાસરી રાજકોટ જતા ત્યાં માર મારતા સારવાર લેવી પડી હતી. 5 વર્ષથી પિયર રીસામણે છે. આથી પોલીસે પતિ દિવ્યેશ, સસરા નગીનદાસ ડેલાવાળા, સાસુ વસંતબેન,નણંદ રીટાબેન, દીયર મહેકભાઇ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.