તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:સુરેન્દ્રનગરના ઘઉં અને ચોખાના કૌભાંડમાં 6 સામે ફરિયાદ દાખલ

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંનો જથ્થો રૂ.335 ખરીદી 395ના ભાવે વેચવાના હતા

સુરેન્દ્રનગરમાંથી સરકારી બારદાનમાં પકડાયેલા રૂ.13.75 લાખના ઘઉં અને ચોખા મળી આવતા કૌભાંડ હાથ લાગ્યું હતું. આ કૌભાંડમાં 6 શખસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ખડભળાટ મચી ગયો છે. આ કૌભાંડમાં બીજાના નામો ખૂલવાની શક્યતા છે.

સુરેન્દ્રનગર સી.ટી.મામલતદારે 395 કટા ઘઉં અને 240 કટા ચોખાના ટ્રક એમ કુલ રૂ.13.75 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં પકડાયેલા શેખપરના જયેશભાઈ ભડાણિયા અને હિરેન ગોલતરની પૂછપરછમાં અનેક નામો ખૂલ્યા હતા. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકે પુરવઠા વિભાગના મામલતદાર રમેશભાઈ પટેલે 5 જુલાઈએ શેખપરના જયેશભાઈ અમરશીભાઈ ભડાણિયા, સુરેન્દ્રનગરના નિર્મળનગરના જીલાભાઈ ધારાભાઇ ગોલતર, અવધેશ્વર ટાઉનશિપ રતનપરના અલ્પેશભાઈ રમણીકભાઈ લકુમ, સાયલાના ગોસળના કુલદીપભાઈ કનુભાઈ ખાચર, સુરેન્દ્રનગરના સીતારામનગરના ગૌરાંગભાઈ અને સાયલાના સુદામડા ગામના પ્રભાતસિંહ રમેશભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ હતી. તપાસમાં આ સરકારી ટેકાનાભાવ ખરીદ કેન્દ્ર શ્રીજીમાં વેચવા જવાનું ખૂલ્યું હતું. અને મેનેજર અને ગ્રેડર તરીકેની ફરજમાં બેદરકારી દાખવી ગ્રેડીંગ કર્યા વગર ઘઉં વેચાણે રાખી તમામે અંગત આર્થિક ફાયદા માટે સરકારની સાથે છેતરપીંડી કરી આર્થિક નુકસાન કર્યા હોવાનુ બહાર આવ્યું હતું.

આ ઉપરાંત લખતર ખાતેના ઘઉં ખરીદ કેન્દ્ર પર 1098 બારદાનની ઘટ આવી હોવાની સાથે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હાલ તો 6 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ રામદેવસિંહ ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...