તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:ધ્રાંગધ્રામાં મહિલા તબીબની છેડતી કરી ધમકી આપનારા ત્રણ શખ્સો સામે ફરિયાદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં મહિલા તબીબની છેડતી કરી ધમકી આપનારા ત્રણ શખ્સો સામે ફરિયાદ - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં મહિલા તબીબની છેડતી કરી ધમકી આપનારા ત્રણ શખ્સો સામે ફરિયાદ
  • ત્રણ શખ્સો સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી

ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા એક મહીલા તબીબ સાથે ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરી ડોકટરનો હાથ પકડી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડોકટર દ્વારા સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમા ફરજ બજાવતા ડોકટર અવનીબેન ભુપતભાઈ વેગડા સાથે સગાને દેખાડવા માટે આવેલા પરીવારજનોએ મહીલા ડોકટર સાથે બોલાચાલી કરી બાવડુ પકડી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડોકટર અવનીબેન ભુપતભાઈ વેગડાએ ધ્રાંગધ્રા સીટી પોલીસમાં આરોપી પ્રદ્યુમનસિંહ જાડેજા અન્ય બે અજાણ્યા શખ્સો સામે છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોધાવતા સીટી પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ. એમ. વ્યાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...