ગુપ્ત મતદાનને જાહેર કર્યું:પાટડીના ફતેપુરમાં ચૂંટણીમાં મતદાન બાદ બેલેટ પેપેરનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર સામે ફરિયાદ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના ફતેપુરમાં ચૂંટણીમાં મતદાન બાદ બેલેટ પેપેરનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર સામે ફરિયાદ - Divya Bhaskar
પાટડીના ફતેપુરમાં ચૂંટણીમાં મતદાન બાદ બેલેટ પેપેરનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર સામે ફરિયાદ
  • મતદાન મથકના મુખ્ય અધિકારીએ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી

તાજેતરમાં 19મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાટડીના ફત્તેપુરમાં કોઇ અજાણ્યા શખ્સે ચૂંટણીમાં મતદાન બાદ બેલેટ પેપરનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મતદાન મથકના મુખ્ય અધિકારીએ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મતદાન અંગેની ગુપ્તતા ન જાળવવા બદલ ગુજરાત પંચાયત અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં 19મી ડિસેમ્બરે પાટડી તાલુકાની 58 ગ્રામ પંયાયતોની યોજાયેલી ચૂંટણીમાં પાટડી તાલુકાના ફત્તેપુર ગામે બુથ નં. 101માં બજાણા મીડલ સ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા માંડલના જગદિશભાઇ આલાભાઇ વાઘેલા મતદાન મથકના પ્રમુખ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ફત્તેપુર ગામના સોનાજી કેશાજી ઠાકોરે તંત્રને જાણ કરી હતી કે, મતદાન મથક 01માં કોઇ મતદારે મતદાન મથક રૂમમાં જઇને બેલેટ પેપરમાં મતદાન કરીને તે મતદાર બેલેટનો ખાનગી રીતે મોબાઇલમાં ફોટો પાડી ફત્તેપુર ગામના વોટ્સઅપ એપના સંપર્કમાં રહી સ્થાનિક લોકોને તે બેલેટ પેપરનો ફોટો વાઈરલ કર્યો હતો. જેથી એ સમયે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી- 2021ના ફરીયાદ રજીસ્ટરમાં નોંધ પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ ફત્તેપુર ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી અને પાટડી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કોષ્ટીને લેખિતમાં જાણ કરાતા આજ રોજ જગદિશભાઇ આલાભાઇ વાઘેલાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ મતદાન અંગેની ગુપ્તતા ન જાળવવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 38 અને કલમ 42 હેઠળ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીપીઆઇ બી.એમ.દેસાઇ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...