સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1200 જેટલા ગામોને પીવાનુ પાણી પુરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતુ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.આથી ચેકિંગ કરી દાણાવાડા, ખાટડી, રામપરડા સહિતનાં ગામોમાં ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી કરી 9 જેટલા ખેડૂતો સામે પાણીચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે.
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્યવિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે.ત્યારે હાલ પાણીની ખેંચનાં કારણે જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા પાણી પુરવઠા વિભાગની સુચનાથી નર્મદા વિભાગનાં કોમલબેન પટેલ અને સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં દાણાવાડા, ખાટડી, રામપરડા સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેકશન લઇ ખેતી માટે પાણી ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી કરાઇ હતી.
જેમાં દાણાવાડાનાં ભીખાલાલ જગજીવનભાઇ, જયેન્દ્રભાઇ દેવાયતભાઇ પારધી, રણછોડભાઇ મછરૂભાઇ, ભાથાભાઇ મોહનભાઇ, ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, ખાટડી ગામે મયુરભાઇ દ્વારા સંચાલિત ગૌશાળા, વનરાજસિંહ પ્રતાપસિંહ રાણા, જયદેવસિંહ પ્રવિણસિંહ રાણા તેમજ રામપરડાનાં પ્રતાપભાઇ હાથીભાઇ ભાંભળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.