ફરિયાદ:વઢવાણમાં કોલેજ જતી યુવતીની છેડતી કરતાં ચકચાર, 4 સામે ફરિયાદ

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતિના કાકાએ સમજાવતાં ગાળો આપી

વઢવાણ ધોળીપોળ બસ સ્ટેન્ડ પાસે બાઇક લઇને યુવતી ઉભી હતી. ત્યારે એક શખ્સે ચેનચાળા કરીને યુવતીની પાછળ બાઇક લઇને છેડતી કરતા ચકચાર ફેલાઇ હતી. યુવતીના કાકાએ શખ્સને સમજાવવા જતા તેની દાઝ-મનદુ:ખ રાખી 4 શખ્સો હથિયારો લઇ આવી યુવતીના લોકોને ગાળો આપતા ેફરિયાદ નોંધાઇ હતી.

વઢવાણ ધોળીપોળ બસ સ્ટેન્ડ પાસે કોલેજ જવા માટે યુવતી ઉભી હતી. ત્યારે સોહેબ કેરાળીયા નામના શખ્સે યુવતીને જોઇને મોઢેથી સીટી મારી, આંખથી ખરાબ ઇસારા, ચેનચાળા કરતો હતો. આથી યુવતી બાઇક લઇને કોલેજ જતા હતા. આ દરમિયાન સોહેબે પીછો કરીને યુવતીને આંખ મારીને ચેનચાળા તેમજ છેડતી કરી હતી.

આથી યુવતીના કાકા આ બાબતે સોહેબને સમજાવવા જતા તે વાતનું મનદુ:ખ રાખી તેનું ઉપરાણુ લઇને બીજા અન્ય શખ્સો હથિયારો લઇ આવી યુવતીના લોકોને ગાળો આપી હતી. આ અંગે વઢવાણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોહેબ મુનાભાઈ કેરાળીયા, મુના અલ્લારખાભાઈ કેરાળીયા, હમદાદ અલ્લારખાભાઈ કેરાળીયા અને અસા અલ્લારખાભાઈ કેરાળીયા સામે ગુનો નોંધી વધુ તપાસ બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...