તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વઢવાણની સુડવેલ સોસાયટીમાં માર મારતા 3 મહિલા સહિત 4 સામે ફરિયાદ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ સુડવેલ સોસાયટી મસ્જિદ શેરી પાસે રહેતા પરિવાર પર એક પરિવારે જૂની અરજી મનદુ:ખે અને દિકરાને રમવાની ના પાડતા 3 મહિલા સહિત 4 શખસે માર મારતા વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

વઢવાણ કોઠારિયા રોડ સુડવેલ સોસાયટી મસ્જિદ શેરી પાસે મુમતાજબેન પટેલ રહે છે. ત્યારે ઘરની સામે જ બાજુમાં રહેતા શાહરૂખભાઈ દિવાન સામે મુમતાજબેનને પતિએ અરજી કરી હતી. તે બાબતનું મનદુ:ખ રાખી તેમજ દિકરા અસ્ફાકને બહાર રમવાની ના પાડતા કેટલાક શખસો રવિવારે ઉશ્કેરાઇ ગયા હતા. જેમાં મુમતાજબેનના ઘરમાં પ્રવેશ કરી ગાળો આપી લોખંડની મુઠથી માર મારતા અસ્ફાક તેમજ મુમતાજબેનને ઇજાઓ પહોંચી હતી.

આ અંગે મુમતાજબેને વઢવાણ પોલીસ મથકે 3 મહિલા સહિત 4 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુડવેલ સોસાટીમાં રહેતા શાહરૂખભાઈ દિવાન, નુરજહાબેન દિવાન, રેશ્માબેન દિવાન અને અફસાના દિવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનકુમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...