ક્રાઈમ:સામાજીક અંતરના નિયમોનો ભંગ કરતા 3 વેપારી સામે ફરિયાદ

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ ડીવીઝન પીઆઇ એ.એચ.ઘોરીની સૂચનાથી સ્ટાફે શહેરની બજારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 3 વેપારી ઝપટે ચડયા હતા. જેમાં મેળાના મેદાન પાસે સાંજે 4 પછી દુકાન ખુલી રાખનાર સલમાન પઠાણ, એનટીએમ ચોકમાં ગુલશન પાનની દુકાનના માલીક તોહીદ મનસુરી, મહેતા માર્કેટમાં નીલકમલ પીરાણી ટ્રેડીંગના માલીક સદરૂદ્દીન પીરાણીએ સોશીયલ ડિસ્ટન્સ ન જાળવતા ફરિયાદ નોંધાઇ છે. જયારે બેથી વધુ માણસો બેસાડનાર  મેહુલ જયંતી ખુડદીયા, કમલેશ સોલંકી, અલ્ફેસાની ચુડેસરા, નરેશ મકવાણા, પ્રવીણ રાઠોડ સામે ગુના દાખલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...