આયોજન:સ્વામિનારાયણ મંદિર જવાહરચોકમાં શ્રીમદ્ સસ્તસંગી જીવન સપ્તાહ પારાયણનો પ્રારંભ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ મંદિર જવાહરચોકથી પોથી શોભાયાત્રા યોજાઇ હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ મંદિર જવાહરચોકથી પોથી શોભાયાત્રા યોજાઇ હતી.
  • હરીકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવના 16મા પાટોત્સવ નિમિત્તે આયોજન

સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર જવાહરચોક ખાતે હરીકૃષ્ણમહારાજ, રાધાકૃષ્ણદેવાના 16મા પાટોત્સવ નિમિતે શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનું આયોજન કરાવમાં આવ્યુ છે.જેનો ભવ્યપોથી શોભાયાત્રા નિકળતા શહેરના મુખ્યમાર્ગો પર થઇ મંદિરે પહોંચી હતી.આ કથા દરમિયાન દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.

સુરેન્દ્રનગરના આંગણે બીરાજમાન હરિકૃષ્ણમહારાજ, રાધાકૃષ્ણદેવના 16મા પાટોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.આથી સ્વામિનારાયણ મંદિર જવાહરચોક સુરેન્દ્રનગર ખાતે તા.15-11-2021 થી 21-11-2021 દરમિયાન સવારે 8:30થી 11:30 અને બપોરે 3:30થી 6:30 દરમિયાનસપ્તાહ પારાયણ યોજાશે.

જેમાં વક્તાપદે સાધુત્યાગવલ્લભદાસજી ગુરૂમહંતસ્વામી પ્રેમજીવનદાસજી, પુરાણી સ્વામી સત્સંગદાસજી ગુરૂમહંત સ્વામી પ્રેમજીવનદાસજી કથાસરપાન કરાવશે.આ સપ્તાહ પારાયણ દરમિયાન શ્રીહરીયાગ,તુલસીવિવાહ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઠાકોરજીનો મહાભિષેક, અન્કુટ સહિત ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીકરવામાં આવશે.

આ કથાની પોથીશોભાયાત્રા રવિવારના રોજ યોજાઇ હતી.જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી.જે મંદિરે પહોંચી પુર્ણા હુતી થઇ હતી.આ આયોજનને સફળ બનાવવા ભંડારી સ્વામી મુક્તજીવનદાસજી, કોઠારી સ્વામી રાધારમણદાસજી, પુજારી સ્વામીધર્મપ્રકાશદાસજી, મહંત શાસ્ત્રી સ્વામી બ્રહ્મવિહારીદાસજી, સમસ્ત સત્સંગી સમાજ, નરનારાયણ દેવગૃપ પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...