પરીક્ષા:ઝાલાવાડમાં ધોરણ 9થી 12ના 60 હજારથી વધુ છાત્રોની પરીક્ષાનો પ્રારંભ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના બાદ ઓફલાઇન શાળાઓ ચાલુ થયા બાદ પહેલી વાર પરીક્ષા યોજાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાકાળ બાદ ધો.9થી 12નું ઓફલાઇન શિક્ષણ કાર્ફ શરૂ કરવામાં આવ્યુ હતુ.જુન માસથી શરૂથયેલ આ સત્રની પ્રથમ સત્રાંસ પરીક્ષાનું સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આમ ઓફલાઇન શિક્ષણ શરૂ થયાબાદ પહેલીવાર પરીક્ષા યોજાતા જિલ્લાના ધો.9થી 12ના 60282 વિદ્યાર્થીઓએ નિયમોના પાલન સાથે પરીક્ષા આપી હતી.

કોરોના સંક્રમણ ઘટતા શાળાઓ ખોલવાની મંજુરી આપી હતી.જેમાં ધો.9 થી ધો.12ની શાળાઓ પણ ખુલ્લી મુકવામાં આવી હતી.આથી વર્ષ 2021 જુન માસથી પ્રથમ સત્ર શરૂઆત સાથે ધો.9 થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂથયુ હતુ.ત્યારે રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ સત્રાંસ પરીક્ષાનું આયોજન કર્યુ હતુ.18-10-21 થી તા.27-10-21દ દરમિયાન શાળાઓને પરીક્ષાનું આયોજન કરવા સુચન કર્યા હતા.જેમાં ધો.9થી 10 માટે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, ધો.11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે અંગ્રેજી, ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત તેમજ ધો.11 અને 12 સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાનામુળતત્વો, વાણીજ્યવ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડા શાસ્ત્ર વિષયની પ્રશ્નપત્રો અને સમયપત્રક માધ્યમિક શિક્ષણબોર્ડ અને આ સિવાયના વિષયોની પ્રશ્નપત્રો શાળાકક્ષાએ તૈયાર કરાયા છે. આ પ્રશ્નપત્રો જુનથી સપ્ટેબર સુધીના અભ્યાસક્રમને અનુલક્ષી તૈયાર કરાયા છે.

જૂનથી શરૂ થયેલા સત્રની આ સત્રાંત પરીક્ષા
ધો.9 થી ધો.12નું જુન માસથી ઓફલાઇન શિક્ષણ શરૂ થયુ હતુ.તેના શરૂઆતથી અત્યાર સુધીમાં પુર્ણ કરેલા અભ્યાસ ક્રમ આધારીત આ સત્રાંશ પરીક્ષા છે.જે શાળાકક્ષાએ લેવામાં આવી રહી છે.જેમાં વિદ્યાર્થીઓ પાસે કોરોનાને લગતા તમામ જરૂરીનિયમોના પાલન સાથે જિલ્લાભરની શાળાઓમાં પરીક્ષા તા.18 થી 27 ઓક્ટોબર દરમિયાન યોજાઇ છે. > એસ.એમ.બારડ, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...