અપીલ:ચોટીલાના ઉમેદવારોને હોમગાર્ડની પરીક્ષાના સમય પત્રક અંગે માહિતી મેળવવા માટે હાજર રહેવા કમાન્ડોની અપીલ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના હોમગાર્ડના 51 ઉમેદવાર માટે 271 જેટલા ફોર્મ ભરાયાં - Divya Bhaskar
ચોટીલાના હોમગાર્ડના 51 ઉમેદવાર માટે 271 જેટલા ફોર્મ ભરાયાં
  • ચોટીલાના 51 ઉમેદવાર માટે 271 જેટલા ફોર્મ ભરાયાં
  • હોમગાર્ડની ભરતી માટેના સમય પત્રક અંગે ચોટીલાના ઉમેદવારોને જાણ કરાશે
  • હોમગાર્ડ યુનિટના કમાન્ડો ધર્મેન્દ્રસિંહ ઝાલાએ અખબારી યાદી દ્વારા અપીલ કરી

ચોટીલાના હોમગાર્ડની ભરતીના ઉમેદવારોને પરીક્ષા સમય પત્રક અંગે માહિતી આપવા સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા. 19 નવેમ્બરના રોજ ફોર્મ ભરેલી રસીદ સાથે ઓરીજનલ દસ્તાવેજો લઈને વહેલી સવારે 6 કલાકે હાજર રહેવા માટે કમાન્ડો દ્વારા અપીલ કરાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા સહિત ઘણા જીલ્લાઓમાં સરકાર દ્વારા યુવાનોને રોજગારી મળે તેવા હેતુથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ચોટીલામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડની ભરતી માટે ફોર્મ ભરવામાં આવેલા હતા. આથી ઉમેદવારોને જિલ્લા ભરતી પ્રક્રિયાના સમય પત્રક અંગેની માહિતી આપવા હોમગાર્ડ કમાન્ડોએ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હાજર રહેવા માટે અપીલ કરી હતી.

જિલ્લાભરમાં 255 હોમગાર્ડ જવાનોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવનારી છે, ત્યારે જિલ્લામાંથી આશરે 2024 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. જેમાં ચોટીલાના 51 ઉમેદવાર માટે 271 જેટલા ફોર્મ ભરાઈ જતાં ઉમેદવારોને આગામી તા. 19 નવેમ્બરના રોજ ફોર્મ ભરેલી રસીદ સાથે ઓરીજનલ દસ્તાવેજો લઈને સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે 6 કલાકે સ્થળ પર હાજર રહેવા માટે ચોટીલા હોમગાર્ડ યુનિટના કમાન્ડો ધર્મેન્દ્રસિંહ ઝાલાએ અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...