તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતૂટ દોસ્તી:રંગબેરંગી પક્ષીઓ પાટડીના આ બાળકના ખભા પર અને હાથ પર મન મૂકીને રમે છે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
રંગબેરંગી પક્ષીઓ પાટડીના આ બાળકના ખભા પર અને હાથ પર મન મૂકીને રમે છે
  • 14 વર્ષનો માધવ પોતાના ફળીયામાં દાણા ચરવા આવતા પક્ષીઓ મિત્ર બની ગયા

આજના હળાહળ કળયુગમાં માણસ માણસના લોહિનો તરસ્યો બન્યો છે. ત્યારે આ વાત માણસ અને અબોલ પક્ષીસૃષ્ટીની અતૂટ દોસ્તીની છે. પાટડીના માધવ નામના બાળક સાથે એના ફળીયામાં દાણા ચરવા આવતા અબોલ રંગબેરંગી પક્ષીઓ સાથે એટલી હદે અતૂટ દોસ્તી થઇ છે કે આ કલરફુલ પક્ષીઓ એના ખભા પર અને હાથ પર મન મૂકીને રમતા નજરે પડે છે. આ દ્રશ્ય જોઇને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને હિમેન ગણાતા ધર્મેન્દ્રની સુપર-ડુપર હોટ ફિલ્મ શોલેનું "યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથ ન છોડેંગે" ગીત અચૂક યાદ આવી જાય છે.

પાટડીમાં 20થી વધુ રાજસ્થાની પરિવારો વર્ષોથી પાટડીમાં વસવાટ કરે છે. જેમાંથી મોટા ભાગના લોકો મીઠાના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. ત્યારે પાટડીમાં જ રહેતા સુરેશજી પારીકના 14 વર્ષના દિકરા માધવ સાથે ફળીયામાં દાણા ચરવા આવતા રંગબેરંગી પક્ષીઓ સાથે અતૂટ દોસ્તી થઇ ગઇ છે. હાલમાં કોરોનાના કારણે પાછલા સવા વર્ષથી સ્કુલોમાં શીક્ષણ કાર્ય બંધ છે. ત્યારે 14 વર્ષનો માધવ પોતાના ફળીયામાં દાણા ચરવા આવતા અબોલ પક્ષીઓને નિયમિત દાણા નાંખતો હતો. ધીમે ધીમે એમનો આ સીલસીલો ઘાઢ દોસ્તીમાં ફેરવાઇ ગયો હતો. હાલમાં આ રંગબેરંગી પક્ષીઓ 14 વર્ષના માધવના ખભા પર અને હાથ પર નિર્ભયતાથી રમી સમય પસાર કરે છે. ખરેખર એમની આ અતૂટ દોસ્તીની મિશાલ જોઇને એમને અચૂક સલામ કરવાનું મન થઇ ઉઠે.

અન્ય સમાચારો પણ છે...