તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીનો રંગ ફીક્કો પડ્યો:જિલ્લામાં કલર,પીચકારીના વેચાણમાં 80%નો ધરખમ ઘટાડો, બજારમાં ઘરાકી ન હોવાથી વેપારીઓ મુંઝાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં પીચકારી અને કલરના વેચાણમાં મંદીનો માહોલ. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં પીચકારી અને કલરના વેચાણમાં મંદીનો માહોલ.
 • દર વર્ષે અંદાજે 80 લાખથી વધુનો વ્યાપાર થાય છે
 • આ વર્ષે કોરોનાને કારણે માંડ 15થી 20 લાખનો વેપાર, વેપારીઓ
 • પીચકારીના ભાવમાં 10 %નો વધારો, બજારમાં રૂ.1200 સુધીની વેચાય છે

કોરોનાના કારણે છેલ્લા એક વર્ષના તમામ તહેવારોને અસર પહોંચી છે ત્યારે હાલમાં સતત વધી રહેલા કેસોની સંખ્યાને લઇને ધુળેટીની ઉજવણી પર મુકવામાં આવેલા પ્રતિબંધોના કારણે ઝાલાવાડમાં ધુળેટીનો રંગ ફીક્કો પડી ગયો છે. પીચકારી અને કલરના ધંધામાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ત્યારે છેલ્લા બે દિવસમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓને આશા છે.જિલ્લામાં દર વર્ષે અંદાજે 80 લાખથી વધુની પીચકારી અને કલરનું વેચાણ થાય છે જેની સામે આ વર્ષે કોરોનાના કારણે ધુળેટી ઉજવવા પરના પ્રતિબંધ અને આકાર નિયમનોને કારણે 20 ટકા જ ધંધો એટલે કે માંડ 15 થી 20 લાખનું વેચાણ થાય તેવી શક્યતા છે.

ગત વર્ષની સરખામણીએ માંડ અત્યારે 20 ટકા જેટલી ઘરાકી છે. પ્લાસ્ટીકના દાણાના ભાવ વધતા તેમજ ચીનથી આવતી પીચકારીઓની આયાત બંધ થતાં ભાવમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે હાલ બજારમાં રૂપિયા 15 થી લઇ 1200 રૂપિયા સુધીની પીચકારી મળી રહી છે પરંતુ ઘરાકી ન હોવાથી વેપારીઓ મુંઝાયા છે.

આવી મંદી ક્યારેય જોઇ નથી
હું છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી દર વર્ષે પીચકારી અને કલરનું હોલેસેલ વેચાણ કરૂ છું પરંતુ આ વર્ષે ધંધામાં જે મંદી છે તેવી છેલ્લા 10 વર્ષમાં ક્યારેય જોઇ નથી. અત્યાર સુધીમાં 60 થી 70 ટકા માલનું વેચાણ થઇ ગયું હતો તેના બદલે હજુ પણ એકલ દોકલ ઘરાક જ ખરીદી કરવા આવે છે. - ઝાકીરભાઇ, હોલસેલ વેપારી

છેલ્લા દિવસોમાં ઘરાકી રહેવાની આશ
દર વર્ષે 7 થી 8 લાખની પીચકારી અને કલરનું વેચાણ કરીએ છીએ આ વર્ષે અમે પહેલા તો માલનો સ્ટોક જ ઓછો કર્યો છે અને છતાં છેલ્લા દિવસે ખરીદી નિકળે તો પણ માંડ એક થી દોઢ લાખનું વેચાણ થાય તેવી શક્યતા છે. - નુરભાઇ ઘાંચી, પીચકારી અને કલરના વેપારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો