અકસ્માત:લીંબડી નેશનલ હાઇવે પર ટ્રક અને એસટી વચ્ચે ટક્કર, 41 મુસાફરોનો આબાદ બચાવ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર રાજકોટથી અમદાવાદ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત સર્જાતા 41 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જેમાં મુસાફરોએ દેકારો મચાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતોની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. અને ખાનગી વાહનોના ચાલકો બેફામ રીતે પોતાના વાહનો ચલાવી અને દિનપ્રતિદિન અકસ્માતો સર્જી રહ્યા છે.

ત્યારે રાજકોટથી અમદાવાદ જતી એસટી બસને લીંબડી પાસે આજે વહેલી સવારના અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 જેટલા મુસાફરો હતા. જેમનો આબાદ બચાવ થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભારે ચિચિયારી અને દેકારો મચી જવા પામ્યો હતો.

ત્યારે આ અંગેની જાણ લીંબડી પોલીસને થતા ઘટનાસ્થળે તાત્કાલિક અસરે પહોંચી અને ટ્રકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં અકસ્માતમાં બસમાં બેઠેલા 41 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ત્યારે બસના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં આગળની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...