ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 અંગેની વીડિયો કોન્ફરન્સ મુખ્ય નિર્વાચન અધિકારી નીતિનભાઇ આચાર્યના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું.
પ્રથમ પૂર્વ સુધારણા અને સુધારણા પ્રવૃતિઓ અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં મતદાર નામ નોંધાવા, સુધારો કરાવવો, ટ્રાન્સફર કરાવવું નામ કમી કરાવવું સહિત અંગે ચર્ચા કરાઇ હતી. ઘેરઘેર મતદાર યાદી અંગે સર્વે સુધારણા માટે વેરિફિકેશન સહિતની કામગીરી કરાશે.મતદારો અન્ય સ્થળે રહેવા જગા હોય તો સ્થળાંતર, નામમાં ભૂલ સુધારો અંગે સૂચના અપાઇ હતી. આંકડા આધારે મતદાન મથકોનું રેશનાઇઝેશન નવામતદાન મથકો ઉભા કરવા, જુનાજો ભયજનક હોય તો બદલવા, બે મતદાન મથકો ભેગાકરવા સહિત સંખ્યા આધારે નક્કી કરાશે.જ્યારે નવા મતદારોને નોંધણી માટે જાગૃત કરવા દરેક કોલેજોમાં કેમ્પશ એમ્બેસેડર બનાવાશે, જ્યારે ડોરટુડોર વિઝીટ, એપ્લીકેશન વોટર હેલ્પ એપ અને એમવીએસપી ડોટ ઇન સાઇટની સમજ અપાશે.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર,નાયબ ચુંટણીઅધિકારી ડી.કે.મજેતર, ચુંટણી નાયબ મામલતદાર જે.આઇ.પટેલ, સહિત તાલુકાઓના પ્રાંત અધિકારી જોડાયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.