સુચના:જિલ્લામાં ત્રીજી લહેરને લઇને બાળકોનો અલગ વોર્ડ બનાવવા કલેકટરની સુચના

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ગાંધી હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે તમામ વિભાગોનુ નિરિક્ષણ બાદ જિલ્લામાં કોરાનીની ત્રીજી લહેરના અગમચેતીના ભાગ રૂપે બાળકોનો અલગ વોર્ડ બનાવવા પીઆઇયુને સુચના આપી હતી. જિલ્લામાં કોરોના મહામારીમાં અનેક પરિવાેજનોઅે પોતાના સ્વજનો ગુમ‍ાવ્યા છે. અને અનેક લોકોઅે કોરાના સમયમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બીજી તરફ કોરાનાની ત્રીજી લહેરના પણ ભણકારા વાગી રહ્યા છે સાથે સાથે જિલ્લામાં ચૂંટણીની લહેર પણ જામી છે.

ત્યારે જિલ્લા કલેક્ટરે જિલ્લ‍ાની સૌથી સરકારી ગાંધી હોસ્પિટલમાં આવેલા કોવિડ હોસ્પિટલની શુક્રવારે મુલાકાત લીધી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર અે.કે.ઔરંગાબાદકરે જણાવ્યું કે ત્રીજી લહેર માટે હોસ્પિટલમાં કઇ કઇ તૈયારીઓ થઇ ગઇ છે, કેવા પ્રકારના વોર્ડ છે, ઓક્સિજનની પરિસ્થિતિ શુ છે, તેમજ જનરલ હોસ્પિટલ બાબતે મુલાકાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને સારવાર મળી રહે તે માટેના અલગ નવા જ વોર્ડનુ સ્થળ પણ નક્કી થયુ છે. અને તેના માટે સૂચના અપાતા પીઆઈયુ આગળની કાર્યવાહી કરવાના છે.

ઉપરાંત હોસ્પિટલના બે દર્દીઓની પણ કલેક્ટરે મુલાકાત લેતા હોસ્પિટલની સારવાર અને સુવિધા અંગે સંતોષ વ્યકત કર્યો હતો. બીજી તરફ હોસ્પિટલમ‍ાં ફાયર સેફટીની અેનઓસી માટેની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યુ હતુ. કલેક્ટરની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવહ્ન, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. અેચ.અેમ.વસેટીયન સહિતના અધિકારીઓ અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...