તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કલેક્ટર કોરોનાના કેસ છુપાવે છે! કેમ?, જિલ્લામાં કોરોના કેસના આંકડામાં જિલ્લા અને તાલુકા તંત્રની વિગતોમાં ઊડીને આંખે વળગે તેવો ફેર

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોના ચેકઅપ માટે આવતા દર્દીઓ,  અને કોરોનાગ્રસ્ત વિદ્યાર્થિની - Divya Bhaskar
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોના ચેકઅપ માટે આવતા દર્દીઓ, અને કોરોનાગ્રસ્ત વિદ્યાર્થિની
  • બીજાં કામો પણ હોય એટલે કલેક્ટર માહિતી આપે છે તો શું સાહેબ પાસે કોઈ કામ નહીં હોય!: જિલ્લા આરોગ્ય અધિકારી
  • માહિતીમાં એકસૂત્રતા જાળવવા કલેક્ટર આંકડા જાહેર કરે છે, તોપણ એકસૂત્રતા જળવાતી નથી: જિલ્લા આરોગ્ય અધિકારી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક છે, જિલ્લા કલેક્ટર તંત્રની કેસના આંકડા છુપાવવાની રમત! એક અઠવાડિયાથી તાલુકાના કેસોની સંખ્યા અને જિલ્લાના કેસોની સંખ્યામાં હાથીઘોડાનો ફેર આવી રહ્યો છે.

જોકે, માહિતીમાં એકસૂત્રતા જળવાઈ રહે અને બીજાં કામો પણ થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર કોરોનાની માહિતી આપતા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રામણિ કુમારે જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય કે કોરોના જેવી ગંભીર મહાબીમારીમાં જિલ્લો સપડાયો હોય ત્યારે જિલ્લા કલેક્ટર પાસે કોરોનાની માહિતી આપવા સિવાય બીજું કોઈ કામ નહીં હોય!?

સત્તાની રૂએ કલેક્ટર રોજ આંકડા જાહેર કરે છે : આરોગ્ય અધિકારી

સીધી વાત
ડૉ. ચંદ્રામણિકુમાર, આરોગ્ય અધિકારી
સવાલ : તાલુકા કક્ષાએથી કેસ કેમ જાહેર કરતા નથી?
જવાબ : આ બાબતની જિલ્લા કલેકટરને સત્તા સોંપલી છે. તેઓ રોજ જાહેર કરે છે. એકસૂત્રતા જળવાઈ અને બીજાં કામ થઈ શકે. અત્યારે સારવાર અગત્યની છે.
સવાલ : ઉપરીએ કેસ જાહેર કરવાની ના પાડી છે?
જવાબ : એવું નથી. એક જ જગ્યાએથી જાહેર થાય તે માટે સત્તાની રૂએ રોજ કલેક્ટર જાહેર કરે જ છે. આરોગ્ય તંત્ર કોરાનાની મહામારીના કારણે બીજી કામગીરી કરી શકે તે માટે કલેક્ટરને માહિતી આપવામાં આવે છે.
સવાલ : કેસના આંકડા છુપાવવામાં આવે છે, તે સાચું?
જવાબ : આમાં છુપાવીને શું કરવાનું! કેસ છુપાવીને મરી જાય તો અમારે જવાબ આપવો પડે. એટલે કોઈ આંકડા છુપાવવામાં આવતા નથી.

હળવદ : લૉકડાઉનની અફવા ફેલાઈ
હળવમાં સોશિયલ મિડીયા ગ્રુપમાં શહેરમાં આવશ્યક ચીજવસ્તુ સિવાયના તમામ ધંધા-રોજગાર 6 વાગ્યા પછી સંપૂર્ણ બંધ એટલે કે લૉકડાઉન હળવદ વેપારી મહામંડળ જાહેર કર્યું હોવાનો મેસેજ ફરતો થયો હતો. આ અંગે વેપારી મહામંડળના પ્રમુખ વિનોદ પટેલે જણાવ્યું કે વેપારી મંડળે આવો કોઈ મેસેજ કર્યો નથી.

સાયલા : કેસની વિસંગતાથી મુંઝવણ
ધજાળા ગામે થોડા મહિના પહેલાં એક સાથે 10થી વધુ લોકોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ તાલુકા કક્ષાએથી મીડિયાને માહિતી ન આપવાનો ફતવો જાહેર કર્યાની વાત વહેતી થઈ છે. ત્યાર પછી તાલુકા હૅલ્થ ઑફિસર મીડિયાને માહિતી આપવાનું ટાળે છે.

લખતર : તંત્ર માહિતી નથી આપતું
તાલુકામાં 6 એપ્રિલથી જિલ્લા તંત્ર દ્વારા તાલુકા આરોગ્ય તંત્રને મીડિયાને માહિતી ન આપવા માટે આદેશ કરાયાનું કહેવાય છે. આમ બિનસત્તાવાર રીતે આજના દિવસમાં કેસનો આંક ફરી ડબલ ડિજીટમાં પહોંચ્યો છે. અને દિવસમાં લગભગ 60થી વધુ ટેસ્ટિંગ થયું હોવાનું જાણવા મળે છે.

બિન સત્તાવાર 40, સત્તાવાર 23 કેસ
હળવદના સરકારી ચોપડે 10 દિવસમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે. જ્યારે તપાસ કરતા તાલુકામાં બિનસત્તાવાર 10 દિવસમાં 40 કેસ નોંધાયાનું ખુલવા પામ્યુ હતુ. આમ સરકારી ચોપડે અને બિનસત્તાવાર મળતા આંકડા વચ્ચે વિસંગતતા જોવા મળી હતી. આથી તાલુકા વાસીઓએ સ્વાસ્થને ધ્યાને લઇ સતર્ક રહેવુ જરૂરી બન્યુ છે.

સ્કૂલની વિદ્યાર્થિની કોરોના પૉઝિટિવ
સુરેન્દ્રનગર શહેરમાં કોરોના કેસ ચિંતાજનક વધી રહ્યાં છે. ત્યારે હવે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ સાવચેત રહેવાની જરૂરીયાત બની છે. આવા સમયે સુરેન્દ્રનગર શહેરની એક સ્કૂલમાં ધો. 12 સાયન્સની વિદ્યાર્થિની પલક પાટડીયાને મંગળવારે પોઝિટીવ કેસ આવ્યો હોવાનું તેના પિતા મયુરભાઇ પાટડીયાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો