કાતિલ ઠંડીનો ચમકારો:સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે જનજીવન ખોરવાયું, શહેર 14 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે જનજીવન ખોરવાયું - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે જનજીવન ખોરવાયું
  • ઠંડીના કારણે લખતરના ડેરવાળા ગામમાં 200 બગલાઓના મોત, મૃતદેહો તળાવમાં તરતા નજરે પડ્યાં
  • કુતરાઓ અને માછલીઓ અમુક બગલાઓના મૃતદેહ ખાઈ જતાં અરેરાટી
  • વાતાવરણમાં 38% ભેજનું પ્રમાણ નોંધાયું, શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતાઓ
  • લોકોએ ગરમ કપડાં અને તાપણાંનો સહારો લીધો, બજારો-રસ્તાઓ સૂમસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જોર પકડ્યું છે. તેવા સંજોગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી પડતાં જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે, સુરેન્દ્રનગર શહેરની બજારો વહેલી સવારથી ઠંડીના કારણે સુમસામ નજરે પડી છે. સુરેન્દ્રનગર શહેરમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી જેટલું નોંધાવા પામ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ રાત્રિમાં ફરી 8 ડિગ્રી જેટલું તાપમાન નીચે આવ્યું છે. જેને લઇને સમગ્ર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળવા પામ્યું છે. તેવા સંજોગોમાં જનજીવન પર અસર થઇ છે. પશુ-પક્ષીઓને પણ અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાત્રિ દરમિયાન લોકો તાપણાનો સહારો લઇ અને ઠંડીથી બચવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એક વખત ઠંડીના ચમકારાએ જોર પકડતાં લોકોને ઘરમાં રહેવાની નોબત સર્જાઇ છે. તેવા સંજોગોમાં શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતાઓ પણ ઠંડીએ જોર પકડતા દેખાઈ રહી છે.

બગલાનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેવા સંજોગોમાં જનજીવન ખોરવાઇ જવા પામ્યું છે અને 12 વાગ્યા બાદ સુરેન્દ્રનગર શહેરના રસ્તા ખુલ્લા થવા પામ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 14 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે. ત્યારે લખતર તાલુકાના ડેરવાડા ગામે એક જ રાત્રિમાં 200થી વધુ બગલાના મોત નીપજ્યાં છે. જેને લઈને જીવદયા પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તંત્રને આ બાબતની જાણકારી થતાં ઘટનાસ્થળે દોડી ગયું હતુ.

બગલાઓના મૃતદેહ માછલીઓ અને કુતરાઓ ખાઈ ગયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે પશુ-પક્ષીઓના જનજીવન પણ ખોરવાયા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાડા ગામે ઠંડીના કારણે એક જ રાત્રી 200થી વધુ બગલાઓના મોત નીપજ્યા હતા. ત્યારે આ બગલાના મૃતદેહ તળાવમાં તરતા નજરે પડ્યા છે. ત્યારે કુતરાઓ અને માછલીઓ અમુક બગલાઓના મૃતદેહ ખાઈ ગયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. જેને લઇને અરેરાટી ફેલાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોલ્ડ વેવની પરિસ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાઇ છે. તાપમાનનો પારો સતત ગગડતો નજરે પડી રહ્યો છે. 14 ડિગ્રી તાપમાન થઇ જતાં વાતાવરણમાં પણ 38% ભેજનું પ્રમાણ નોંધાયું છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે. લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. રાત્રી દરમ્યાન તાપણાનો સહારો લઇ અને લોકો ઠંડી ઉડાડી રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લાનું જનજીવન ઠંડીના કારણે ખોરવાઇ જવા પામ્યું છે. રજાના દિવસોમાં શહેરી વિસ્તારના રસ્તાઓ પણ સુમસામ નજરે પડી રહ્યા છે.

હજુ 3 દિવસ ઠંડી જોર પકડશે : હવામાન તંત્ર

સુરેન્દ્રનગર હવામાન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે અને 14 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તેવા સંજોગોમાં હજુ પણ આગામી દિવસોમાં વધુ ઠંડી જોર પકડશે. જેને લઇને લોકો પણ સતર્ક રહે, ગરમ કપડાં પહેરે અને બને ત્યાં સુધી ઘરની બહાર કામ સિવાય ના નીકળે અને ઠંડીથી બચે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...