તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતૂહલ:ચોટીલામાં રસી ન લેનારા બાળકના શરીરે પણ સિક્કા ચોટ્યા, વેક્સિન લીધા બાદ આવું થતા હોવાના દાવાઓ પોકળ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં રસી ન લેનારા બાળકના શરીરે પણ સિક્કા ચોટ્યા, વેક્સિન લીધા બાદ આવું થતા હોવાના દાવાઓ પોકળ - Divya Bhaskar
ચોટીલામાં રસી ન લેનારા બાળકના શરીરે પણ સિક્કા ચોટ્યા, વેક્સિન લીધા બાદ આવું થતા હોવાના દાવાઓ પોકળ
  • સુરેન્દ્રનગરના મૂળી અને ધ્રાંગધ્રામાં ત્રણ લોકોએ શરીર પર ચાવી અને કિચન ચોટાડ્યા
  • ત્રણેયના શરીર પર ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોટે છે

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના એક વ્યકિતના શરીરમાં વેક્સિન લીધા બાદ ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોટતી હોવાનો બનાવથી લોકોમાં અચરજ ફેલાવા પામ્યું હતુ. ત્યારે આજે ચોટીલાના પીપળીયા ધા.ગામના રસી ન લેનારા બાળકના શરીરે પણ સિક્કા ચોટવા લાગતા વેક્સિન લીધા બાદ આવુ થતા હોવાના દાવાઓ પોકળ સાબીત થયા છે.

બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોવાનું સામે આવ્યું

બે દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના પરિવારમાં વેક્સિન લીધેલા બે વ્યક્તિઓને અને ધ્રાંગધ્રાના એક વ્યક્તિને વેક્સિન લીધા બાદ તેમનું બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોવાનું સામે આવ્યું હતુ. જેમાં પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોટી જતી હતી. જ્યારે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોટી જતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

દરેક લોકોને કોરોના રસી લેવા પ્રેરણા આપવી

ત્યારે આજે ચોટીલાના પીપળીયા ધા.ગામના રવિરાજ ધાધલ ( ઉંમર વર્ષ 12 )ને કોરોના રસી નથી લીધી તો પણ એને અને બીજી અનેક મહીલાઓ સહીત બાળકોને પણ શરીરે સિકકા ચોટી જાય છે. જેમાં સોશિયલ મીડિયા પર રસી લીધાં બાદ સિક્કા ચોટતા હોવાનાં દાવાઓ ખોટો સાબિત થયાં છે. આરોગ્ય વિભાગ પણ સ્પષ્ટપણે જણાવે છે કે, કોરોના વેક્સિ લીધા બાદ કોઇ દિવસ શરીર ચુંબકીય થતુ નથી એ ખોટી અફવાઓ છે. માટે ઘાતક કોરોનાથી બચવા સમાજના દરેક વ્યકિતએ અવશ્ય રસી લેવી જોઇએ. અને બાકીના દરેક લોકોને કોરોના રસી લેવા પ્રેરણા આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...