તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોરબીમાં કોલસા ભરેલી ટ્રકની પલટી, બે ઓટો રીક્ષા ટ્રક નીચે દબાતા એકનું મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
મોરબીમાં કોલસા ભરેલી ટ્રકની પલટી, બે ઓટો રીક્ષા ટ્રક નીચે દબાતા એકનું મોત
  • ત્રાજપર ચોકડી નજીકની ઘટના : પોલીસ, 108 સહિતનો કાફલો ઘટના સ્થળે : ત્રણ ઘાયલ

મોરબીના વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડીએ વિચિત્ર અકસ્માતમાં કોલસા ભરેલો ટ્રક પલટી જતા ટ્રક નીચે બે ઓટો રીક્ષા દબાઈ જતા એક રીક્ષા ચાલકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ત્રણેક લોકો ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે.

આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં વાંકાનેર મોરબી હાઇવેના સર્વિસ રોડનું કામ ચાલતું હોય અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે ત્યારે આજે ત્રાજપર ચોકડી નજીક બે ઓટો રીક્ષા ચાલક રોડ ક્રોસ કરવાની રાહમાં હતા તે સમયે જ કોલસા ભરેલો ટ્રક અચાનક પલટી જતા રીક્ષા ટ્રક હેઠળ દબાઈ ગઈ હતી. જેમાં રીક્ષા ચાલક સુલતાનશાહ રામજુશા દીવાન (ઉ.વ.41) નામનો યુવાન દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વાંકાનેરના રીક્ષા ચાલક હિતેશ શાંતિલાલ રાવળ અને મુસાફર ચંદનસિંહ અને નવીનસિંહને આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને 108નો કાફલો તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલોને સારવારમાં ખસેડ્યા હતા તેમજ ટ્રક નીચે દબાયેલા મૃતકને બહાર કાઢવા જેસીબી સહિતની સાધન સામગ્રી તાકીદે પહોંચાડી હતી. જો કે અકસ્માતની ગંભીર ઘટના સમયે જ સિવિલ હોસ્પિટલના એક્સ-રે મશીન બંધ હોવાનું સામે આવતા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...