પાટડીમાં મુખ્યમંત્રીનો વિરોધ ખેડૂતો અને ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના કોંગ્રેસના કાર્યકરો નોંધાવવાના છે. જેમાં 16મી જૂને મુખ્યમંત્રી કાર્યક્રમમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કૉંગ્રેસના કાર્યકરો નર્મદાના નીર અને અગરિયાના પ્રશ્નો મળી વિવિધ મુદે વિરોધ નોંધાવવાની જાહેરાતથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
16મી જૂને મુખ્યમંત્રી પાટડીની મુલાકાતે
આગામી 16મી જૂને પાટડીની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યાં છે. તેઓ પાટડી નવનિર્મિત હાઇસ્કૂલ સહિત જેટકોના વિવિધ કામોનું લોકોર્પણ કરવાના છે. ત્યારે પાટડી/દસાડા વિસ્તારમાં પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્ન જો મુખ્યમંત્રી 16મી જૂન સુધીમાં નિવારણ નહિ લાવે તો ધારાસભ્ય નૌશાદ સોલંકી અને કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
મુખ્યમંત્રીના પુતળા દહનની પણ ચીમકી
જેમાં 16મી જૂને મુખ્યમંત્રી કાર્યક્રમમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકરો નર્મદાના નીર અને અગરિયાના પ્રશ્નો મળી વિવિધ મુદે વિરોધ નોંધાવવાની જાહેરાતથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જેમાં મુખ્યમંત્રીના પુતળા દહનની ચીમકી પણ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આપતા તંત્ર દોડતુ થયું છે.
સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા સરકાર સમક્ષ મુકવામાં આવેલા વિવિધ પ્રશ્નોને લઈ વારંવાર રજુઆત છતાં આ પ્રશ્નોનો નિવેડો કે કાયમી ઉકેલ ન આવતા રોષ વ્યાપી જવા પામ્યો છે. આજે શનિવારે સુરેન્દ્રનગર ખાતે ધારાસભ્ય નૌશાદ સોલંકીની પ્રેસ કોન્ફરન્સથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જેમાં રણકાંઠામાંથી પસાર થતી વિવિધ કેનાલોમાં પાણી છોડવા મામલે ખેડૂતો પણ ધારાસભ્ય સાથે મુખ્યમંત્રીના વિરોધ પ્રદર્શનમાં જોડાવાના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.