ત્રિદિવસીય કાર્યક્રમ:ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવનો CM અને કેન્દ્રીય મંત્રી શુભારંભ કરાવશે

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વેપાર ઉદ્યોગને વિશ્વ ફલક સુધી માર્કેટ મળે માટે એક પ્રયાસ હાથ ધરાયો છે. આથી આજે મુખ્ય મંત્રી તથા કેન્દ્રીય મંત્રી તથા રાજ્યકક્ષાના મંત્રીઓની હાજરીમાં ત્રિદિવસીય ઝાલાવાડ બિઝનેશ કોન્કલેવને ખુલ્લો મુકવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે ખ્યાતનામ કલાકારો વતતની વાતો ભવ્ય લોક ડાયરો રજૂ કરશે. જ્યારે ગઝલ નાઇટ, બોલાવે ઝાલાવાડ સહિત કાર્યક્રમો સાથે ઝાલાવાડના નાના મોટા ઉધોગના સ્ટોલની પ્રદર્શની પણ લાગશે.

ઝેડએફટીઆઇના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, નરેશભાઇ કૈલા સહિત આગેવાનોએ તેની માહિતી આપતા જણાવ્યું કે દેશ અને ગુજરાતમાં વસતા તમામ લોકો વ્યાપાર, વાણીજ્ય, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, ઇકોમર્સ, ટ્રેડઇન્ડસ્ટ્રીઝ, બેંકિંગ પ્રોફેશનલ્સ સહિત 100થી વધુ એક્ઝિબીટર્સ બિઝને, ડેલિગેટ્સ તથા વિવિધ ટેકનોલોજી સાથે કોલાબ્રેશન કોન્કલેવમાં સંલ્ગન રહેશે.

ઝેડએફટીઆઇ જિલ્લાના વાણીજ્ય અને ઉદ્યોગ તથા એસોસિયેશનોના સમૂહને એક કરી સંસ્થાનું નિર્માણ કરેલું જેમાં અગ્રણી ઉદ્યોગકારી, વ્યાપારીઓનો 1500થી વધુ સભ્ય છે. જેના થકી જિલ્લાના વ્યાપારને વિદેશ સાથે જોડી આર્થિક સ્થિતિ મજબુત કરવી, જિલ્લામાંથી યુવાઓના સ્થાનાંતર રોકવુ,નવા ઉધોગ લાવાવ, જુનાને સહકાર આપી ઉપર લાવાવ, જિલ્લાના કુદરતી શ્રોત મીઠુ, કપચી, કપાસ,ખનીજને વેગ આપવો.

શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિત રાજ્યમંત્રીઓ હાજર રહી એક્સપો ખુલ્લો મુકશે.જ્યારે રાત્રે વતનની વાતો કાર્યક્રમ ઓસમાન મીર સહિત કલાકારો રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...