તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો, લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો, લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો, લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદ
  • સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું હતુ. લીંબડી, ચુડા સહિત આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 583 મીમી વરસાદની સામે અત્યાર સુધીમાં માંડ સમ ખાવા પુરતો 26.92 % એટલે કે 157 મી.મી.જ વરસાદ નોંધાયો છે અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત દુષ્કાળના ડાકલા વચ્ચે અત્યંત કફોડી બનવા પામી હતી અને ખેડૂતો દ્વારા સરકારને સિંચાઇ માટે નર્મદા કેનાલનું પાણી તાકીદે છોડવા ઉગ્ર રજૂઆતો કરાઇ હતી. બીજી બાજુ દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા સરકારમાં લેખીત રજૂઆત કરાઇ હતી.

આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જીલ્લામાં આકાશ કાળાડીબાંગ વાદળોથી ગોરંભાયા બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદનું ધીમી ધારે આગમન થયું હતુ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચુડા સહિત આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતા કાચુ સોનું વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના આંકડા

તાલુકો સરેરાશ સિઝનનો વરસાદ વરસાદ

ચોટીલા 660 190 28.68ચૂડ‍ા 571 240 42.06દસાડા 572 102 17.84ધ્રાંગધ્રા 545 89 16.32લખતર 597 145 24.30લીંબડી 622 121 19.45મૂળી 556 145 26.09સાયલા 535 175 32.72થાનગઢ 627 209 33.32વઢવાણ 604 154 25.51કુલ 583 157 26.92

અન્ય સમાચારો પણ છે...