માવઠું:ચોટીલા પંથકમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કપાસના ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા

ચોટીલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો
  • કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા
  • શિયાળામાં ચોમાસા જેવો માહોલ થતાં લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યાં છે

હવામાન વિભાગે બે દિવસ માવઠાંની આગાહી કરી છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મધરાતથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. વાતાવરણમાં પલટો અને માવઠાંથી કપાસ સહિતના પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે.

માવઠાંથી લોકોને હાલાકી
ચોટીલા પંથકમાં મધરાતે અને સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક સ્થળોએ કાદવ કિંચડ થયા છે. તો કેટલાક ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા થઇ છે. જેના કારણે વાહનચલાકોને હાલાકી પડી રહી છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ થતાં લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યાં છે. જેના કારણે લોકોને માંદગી થવાની ચિંતા સતાવી રહી છે.

ચોટીલા પંથકમાં મધરાતે અને સવારથી વરસાદ વરસી રહ્યો છે
ચોટીલા પંથકમાં મધરાતે અને સવારથી વરસાદ વરસી રહ્યો છે

કપાસના ઉભા પાકને નુકસાનની ભીતિ
ચોટીલા પંથકમાં ખેતરોમાં હાલ કપાસની વીણવાના પણ બાકી છે. ત્યારે શિયાળામાં વરસાદ વરસતા કપાસના ઉભા પાક અને ઘાસચારાને નુકસાન પહોંચી શકે છે. જેને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...