માવઠાની આગાહી, પાક બગડવાની ભીતિ:જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો, વાતાવરણમાં 61% ભેજનું પ્રમાણ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો.
  • 10 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3.5, લઘુતમમાં 1.5 ડિગ્રીનો ઘડાડો
  • દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં તાપમાનમાં 18 ડિગ્રી જેટલો ફેરફાર, જિલ્લામાં ખરાબામાં આવેલા ચોમાસુ અને શિયાળુ પાકના વાવેતરને અસર થવાની ભીતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની ઠંડી વચ્ચે 2 દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે. જેના કારણે છેલ્લાં 10 દિવસમાં મહતમ વાતાવરણમાં 3.5નો વધારો અને લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આમ આખા દિવસમાં 18 ડિગ્રી જેટલું તાપમાન ફેરફાર થઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા આગામી બે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વરસાદની આગાહી કરાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસના અંતથી શિયાળાની ઠંડીનું આગમન શરૂ થયું હતું.જેમાં હાલ તાપમાનમાં સતત ઘટાડો થતા ધીમેધીમે ઠંડીનો જોર વધતા લોકો શિયાળાનો આનંદ માણી રહ્યા છે. જિલ્લામાં છેલ્લાં 10 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રી અને લધુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે દિવસ દરમિયાન તાપમાનમાં 18 ડિગ્રી જેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે.પરંતુ છેલ્લાં 2 દિવસથી અરબી સમુદ્રમાં કેરળના દરિયાકાંઠે સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાત સહિતના રાજ્યોમાં ભર શિયાળે વરસાદી વાતાવરણ સર્જાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે સતત ઠંડકનું પ્રમાણ પણ વધવા પામ્યુ છે. જ્યારે બુધવારે શહેરના વાતાવરણમાં 50 ટકા અને ગુરૂવારે વાતાવરણમાં 61 ટકા ભેજનું પ્રમાણ નોંધવામાં આવ્યું હતું. જ્યારે હવાનું દબાણ પણ ઘટી જવા પામ્યું હતું. આથી આગામી 2-3 દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતા ઠંડીનો ચમકારો પણ વધવા પામશે.

પાકને ભેજવાળું વાતાવરણ છે ત્યાં સુધી દવા છાંટવી નહીં
જિલ્લામાં 2 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.ખેડૂતોએ ઉત્પાદીત થઇ ચૂકેલી પેદાશના રક્ષણ માટે પગલા લેવા જોઇએ. જેમાં મગફળીને ભેજ ન લાગે માટે ભેજ વગરના સ્થળે મુકવા, ઘાસચારો સલામત સ્થળે તાળપત્રીથી ઢાંકીને રાખવા તથા એપીએમસીએ લઇ જવાતી વસ્તુઓ પણ ઢાંકીને લઇ જવી જોઇએ.

એરંડાના પાકમાં જો ઇયળોનો ઉપદ્રવ જણાય તો હાલ પૂરતું દવાનો છંટકાવ ન કરી ભેજ ઓછો થાય ત્યારે દવા છંટકાવ કરવો જોઇએ. બગાયતી પાકોની પણ સલામતી માટે ખેડૂતોએ કાળજી લેવી જોઇએ. જ્યારે શિયાળુ ઊભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવું. - એચ.ડી.વાદી, ખેતીવાડી અધિકારી

તાપમાન 10 દિવસમાં ગત વર્ષ આ વર્ષ

તારીખલધુતમમહતમ
8-11-202118.733
9-11-20211733.5
10-11-20211735
11-11-20211834.4
12-11-202118.533.7
13-11-20211833.1
14-11-20211833.3
15-11-202117.532.8
16-11-202118.732.5
17-11-202118.230
18-11-202122.429.3
અન્ય સમાચારો પણ છે...