તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક કાર્ય શરૂ:ઝાલાવાડની શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો ધમધમ્યા, 42% છાત્રોની હાજરી

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
જોરાવરનગર અને સાયલાની શાળાઓમાં સોશીયલ ડિસ્ટન્સ અને હાથ સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરાયું હતું. - Divya Bhaskar
જોરાવરનગર અને સાયલાની શાળાઓમાં સોશીયલ ડિસ્ટન્સ અને હાથ સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરાયું હતું.
 • તાપમાન માપી પ્રવેશ અપાયો, ડિસ્ટન્સ સાથે અભ્યાસ કરાવાયો
 • પ્રથમ દિવસે 2થી 3 કલાકના અભ્યાસ દરમિયાન શિક્ષકોએ કોરોના વિશે માર્ગદર્શન આપ્યું
 • માસ્ક ન લાવનારા વિદ્યાર્થીઓને માસ્ક આપ્યા

જિલ્લામાં કોરોના કાબુમાં આવતા શૈક્ષણિક કાર્ય ધમધમતુ થયુ છે. કોરોના કાળથી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હતુ. ત્યારે આજે તા. 18થી ધો. 6 થી 8ના વર્ગો શરૂ થયા છે. જેમાં જિલ્લામાં ધો. 6થી 8માં નોંધાયેલા 57 હજારમાંથી 42 ટકા એટલે કે, 24 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10 અને 12ના વર્ગો, ધો. 9 અને 11ના વર્ગો અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય અગાઉ શરૂ કરાયુ હતુ. ત્યારે તા. 18ને ગુરૂવારથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓનો કલરવ જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 6માં 20,249, ધો. 7માં 17,129 અને ધો. 8માં 20,094 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. પ્રથમ દિવસે 42 ટકા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલી તેમનામાં હવે કોરોનાનો ડર રહ્યો નથી તેવુ બતાવ્યુ છે. બીજી તરફ શાળાઓ શરૂ થતી હોવાથી સરકારની કોરોના ગાઇડલાઇન મુજબની વ્યવસ્થા શિક્ષણ વિભાગે કરી દીધી હતી. વિદ્યાર્થીઓનું તાપમાન માપી તેમને પ્રવેશ અપાયો હતો.

કોઇ વિદ્યાર્થી માસ્ક ન લાવ્યો હોય તો શાળા દ્વારા માસ્ક પણ અપાયા હતા. જયારે પ્રથમ દિવસે અંદાજે 2 થી 3 કલાક દરમિયાન શિક્ષકોએ કોરોના વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. જેમાં કોરોનાથી સાવચેતીના પગલા જણાવી આ પગલાને જીવનમંત્ર બનાવવા, આ પગલા આરોગ્ય માટે જડીબુટ્ટી હોવાનું, વિદ્યાર્થીઓ દેશનું ભાવી છે તેવા વિષયો પર વિદ્યાર્થીઓને સમજાવાયા હતા. બીજી તરફ માધ્યમિકમાં ધો. 9 થી 12ની હાજરી હાલ 90 ટકા ઉપર નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો