હળવદ ગ્રામ્ય પંથકમાં રહેતી અને ધોરણ-10ની પરીક્ષા આપવા ગયેલી સગીરાને લલચાવી ફોસલાવી પરણિત યુવાન ભગાડી જતા હળવદ પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમા રહેતી સગીરાને સુંદરગઢ ગામે રહેતો પરણિત યુવાન એવો ખોડા કાનજી ખાભડીયા લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા ચકચાર મચી ગઈ છે, નોંધનીય છે કે, ભોગ બનનારી સગીરા ધોરણ 10ની પરીક્ષા આપવાની હતી. અને હાલમાં પરીક્ષા ચાલુ છે, ત્યારે સગીરાની શૈક્ષણિક કારકિર્દી પણ બગડી છે. હાલમાં હળવદ પોલીસ દ્વારા ખોડા વિરુદ્ધ આઈપીસી 363,366, પોક્સો એક્ટની કલમ 18 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.