તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર્ષણ:હળવદ પંથકમાં ખેડૂતોને વળતર વગર જ ખેતરમાં વીજપોલ ઉભા કરાતા જેટકોના અધિકારીઓ અને વચ્ચે ઘર્ષણ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ પંથકમાં ખેડૂતોને વળતર વગર જ ખેતરમાં વીજપોલ ઉભા કરાતા જેટકોના અધિકારીઓ અને વચ્ચે ઘર્ષણ - Divya Bhaskar
હળવદ પંથકમાં ખેડૂતોને વળતર વગર જ ખેતરમાં વીજપોલ ઉભા કરાતા જેટકોના અધિકારીઓ અને વચ્ચે ઘર્ષણ
  • હળવદના પંસારી પંથકમાં જેટકોની દાદાગીરી સામે આત્મવિલોપનની ચીમકી આપનારા બે સહીત પાંચ ખેડૂતોની અટકાયત

હળવદ પંથકમાં વીજલાઇન મામલે લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે આજે પંસારી વિસ્તારમાં ખેડૂતોને વળતર ચુકવવાની કોઈ સ્પષ્ટતા વગર ઉભા કરાયેલા વીજપોલમાં વીજવાયર દોડાવવા મામલે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે પાંચ ખેડૂતોની અટકાયત કરી લેતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.

લાકડીયા વીજ લાઈનનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં હળવદના પંસારી વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોને વળતર અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વગર જ મસમોટા વીજપોલ ઉભા કરી હેવી વીજભાર વહન કરતી વીજલાઇન નાખવા પોલીસ પ્રોટેક્શન સાથે જેટકોની ટિમ પહોંચી જતા ખેડૂતો અને વીજ કંપનીના અધીકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો.

બીજી તરફ દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાંથી વીજલાઇન પસાર કરવાના વિરોધમાં બે ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હોવાથી આજે આ વિવાદ સમયે પોલીસે આત્મવિલોપનની ચીમકી આપનાર બે ખેડૂત ઉપરાંત અન્ય ત્રણ ખેડૂત મળી કુલ પાંચ ખેડૂતોની અટકાયત કરી લેતા જેટકો કંપનીના અધિકારીઓ ખેડૂતોને દબાવતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતોના પરિવારજનો અને બાળકોએ રોકકડ કરી મુક્ત મામલો તંગ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...