તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:સુરેન્દ્રનગરની જનરલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન કંડમ હાલતમાં

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિધાનસભામાં ધારાસભ્યના પ્રશ્નમાં બહાર આવ્યું
 • આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષમાં સિટી સ્કેન એમઆરઆઈ મશીનો ખરીદવામાં આવ્યા જ નથી, જૂના ઉપયોગ લાયક નથી

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનો અંગેના પ્રશ્નો વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય દ્વારા ગાજ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરની જનરલ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન ઉપયોગ લાકય ન હોવાથી કંડમ કરવા પાત્ર હોવાનું બહાર આવ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી તેમજ તાલુકાવાર મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલો આવેલી છે. પરંતુ આ હોસ્પિટલોમાં અસુવિધાઓના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનો બાબતે પ્રશ્નો કર્યા હતા. જેના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ 31-12-2020ની સ્થિતિએ જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં સિટી સ્કેન મશીનની સુવિધા છે.

જ્યારે આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમા તાલુકાવાર સીટી અને એમઆરઆઈ મશીનો નવા કોઇ જ ખરીદવામાં આવ્યા નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગરની જનરલ હોસ્પિટલમાં જે સીટી સ્કેન મશીન છે તે પણ બંધ હાલતમાં છે. તેમજ બંધ પડેલુ સીટી સ્કેન મશીન ઉપયોગ લાયક ન હોવાનું અને કંડમ કરવા પાત્ર હોવાનું બહાર આવ્યુ હતુ.

નોંધનીય છે કે, જિલ્લામાં આરોગ્ય સેવા કથળી હોય તેમ સૌથી મોટી ગાંધી હોસ્પિટલમાં રોજની 400 ઓપીડી સામે વ્યવસ્થાનો અભાવ સર્જાયો છે. અઠવાડિયાના 3 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓ આવતાં હોઇ વ્યવસ્થા કથળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો