વહિવટી તંત્ર સજ્જ:સુરેન્દ્રનગરના સિટી મામલતદારે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરી અધિકારીઓને જરૂરી સુચના આપી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના સિટી મામલતદારે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરના સિટી મામલતદારે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરી
  • કન્ટેટન્મેન્ટ ઝોનમાં લોકો અવર-જવર ન કરે તે માટે કડક અમલ કરવામાં આવે તેવી તાકીદ પણ કરી
  • જિલ્લા કલેક્ટરે આરોગ્ય કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ગામડાઓમાં રસીકરણ વધારવા અપીલ કરી

જિલ્લા કલેક્ટરે એ. કે. ઓરંગાબાદકર દ્વારા વધતા જતા કોરોનાના કેસના મામલે સતર્કતા દાખવી અને જિલ્લાના જે સી.એસ.સી. કેન્દ્ર તથા પી.એચ.સી કેન્દ્ર આવેલા છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને આરોગ્ય કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી છે અને તાત્કાલિક ધોરણે કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે અને કોરોના રસીકરણ ગામડાઓમાં પણ વધારવામાં આવે તેવી જરૂરી સૂચનાઓ આરોગ્ય કર્મીઓને આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર સિટી મામલતદાર પરમાર દ્વારા જે શહેરી વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે. તેવ‍ા વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી છે અને અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે. કન્ટેટન્મેન્ટ ઝોનનો કડક અમલ કરવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા પ્રશાસન વિભાગની આરોગ્ય ઉપરાંત મામલતદાર અને જિલ્લા કલેક્ટરની ટીમો કામે લાગી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે 16 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે એક્ટિવેટ કેસોની સંખ્યા 84 થઈ છે. તેમાં 82 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓ ઘરે જ સારવાર મેળવી રહ્યા છે અને બે દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જિલ્લામાં સતત વધતા જતા કોરોનાના કેસના મામલે હવે સતર્કતા જરૂરી હોવાના પગલે જિલ્લા પ્રશાસન વિભાગ સતત સતર્ક બન્યું છે. કોરોના સંક્રમણ અટકે અને વધુ ન ફેલાય તેવા પ્રયાસો જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુંજપરા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને આરોગ્યના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી છે. કોરોના સંક્રમણ વિશે અટકાવવાના ઉપાયો તેમજ પ્રશાસન વિભાગે વ્યવસ્થા ઊભી કરી છે. તેની વિગતો જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા દ્વારા મેળવવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં પ્રશાસન વિભાગ દ્વારા 1500 ઓક્સિજનની વ્યવસ્થા સાથેના બેડ તથા 500 ઓક્સિજન વગરના બેડ ગાંધી હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજ ખાતે આઈ.સી.યુ. વિભાગ પણ તૈનાત કરવામાં આવ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીની જો તબિયત બગડે તો તેને યોગ્ય રીતે સુરેન્દ્રનગરમાં જ સારવાર મળી રહે તેવા પ્રયાસો જિલ્લા પ્રશાસન વિભાગ અને આરોગ્યની ટીમે હાથ ધર્યા છે.

આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર સિટી મામલતદાર પરમાર દ્વારા જે શહેરી વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે. તેવ‍ા વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી છે અને અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે. કન્ટેટન્મેન્ટ ઝોનનો કડક અમલ કરવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા પ્રશાસન વિભાગની આરોગ્ય ઉપરાંત મામલતદાર અને જિલ્લા કલેક્ટરની ટીમો કામે લાગી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

જિલ્લામાં પ્રિકોશન રસીનો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર ખાતે રસીકરણ કેન્દ્રો ઉપર 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, કોરોના વોરિયર્સ અને આરોગ્ય કર્મચારીને કોરોના રસીનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન રસીનો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લાની કેરી બજાર ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે આપવામાં આવતી રસીકરણ કેન્દ્રની મુલાકાતે જિલ્લા કલેક્ટર ખુદ દોડી ગયા હતા. આ મામલે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ રસી આપવામાં આવી રહી છે. તેની તમામ પ્રકારની વિગતો જિલ્લા કલેક્ટરે મેળવી હતી.

કડક અમલ કરવા સૂચના આપવામાં આવી

જિલ્લામાં સતત કોરોના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં જિલ્લા પ્રશાસન વિભાગની અલગ અલગ ટીમો હાલમાં કોરોના સંક્રમણ અટકાવવા અને જો કોરોનાના દર્દીઓને પોઝિટિવ આવ્યો હોય તો તેને યોગ્ય સારવાર માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ, ધન્વંતરી રથની વ્યવસ્થાઓ જિલ્લામાં ઉભી કરવામાં આવી છે. ત્યારે જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ હોય તે વિસ્તારને કન્ટેટન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારની મુલાકાત આજે વહેલી સવારે સીટી મામલતદાર પરમાર દ્વારા લેવામાં આવી છે. અને ત્યાં કડક અવરજવર કોઈને ન કરવા દેવા તાકીદ કરવામાં આવી છે અને વિવિધ પ્રકારે અધિકારીઓને સૂચના કરી અને આ મામલે કડક અમલ કરાવવામાં આવે છે. જેથી અન્ય કોઈ લોકો કોરોના સંક્રમિત ન બને તેવા પગલાં હાથ ધરવામાં આવ્યા છે.

કલેક્ટરે આરોગ્ય કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

જિલ્લા કલેક્ટરે એ. કે. ઓરંગાબાદકર દ્વારા વધતા જતા કોરોનાના કેસના મામલે સતર્કતા દાખવી અને જિલ્લાના જે સી.એસ.સી. કેન્દ્ર તથા પી.એચ.સી કેન્દ્ર આવેલા છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને આરોગ્ય કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી છે અને તાત્કાલિક ધોરણે કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે અને કોરોના રસીકરણ ગામડાઓમાં પણ વધારવામાં આવે તેવી જરૂરી સૂચનાઓ આરોગ્ય કર્મીઓને આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જાણે કોરોનાની ત્રીજી લહેર સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી ગઈ હોય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. તેવા સંજોગોમાં હાલથી જિલ્લા પ્રશાસન વિભાગ પણ આ મામલે સતર્ક બન્યું છે અને કામે લાગ્યું છે. હાલ સાવચેતી જરૂરી છે. જિલ્લાવાસીઓ બજારમાં નીકળતા સમયે માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને કોરોનાથી બચે તેમજ સમયસર રસીકરણ કરાવે તેવી અપીલ જિલ્લાવાસીઓને જિલ્લા કલેક્ટરે એ.કે.ઓરંગાબાદકર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...