તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સાયલા કચેરી સામે નાગરિકો ઉપવાસ આંદોલન પર ઉતર્યા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખનીજ ચોરીની રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં
 • અધિકારીઓની સાંઠગાંઢથી કરોડોનો કાળો કારોબાર થતો હોવાનો આક્ષેપ કર્યો

સાયલા તાલુકામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળ્યા અને બેફામ ખનીજ ચોરી થતી હોવા અંગે જાગૃત નાગરીકોએ તંત્રમાં રજૂઆત કરી હતી. આમ છતા તંત્ર દ્વારા કોઇ પગલા ન ભરત રોષની લાગણી ફેલાઇ હતી. આથી અધિકારીઓની સાઠગાઢથી કરોડોનો કાળોકારોબાર થતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

સાયલા તાલુકામાં દારૂ, જુગારની બદી, રેતી, પથ્થર, કોલસા જેવા ગેરકાયદેસર ખનન ચાલતા હોય તેવી રાવ ફરિયાદ સાથે અને દારૂનું ધૂમ વેચાણ અને ખાસ કરી સાયલા તાલુકામાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિના મામલે સ્થાનિક જાગૃત લોકો દ્વારા અવાર-નવાર ગૃહવિભાગ અને સહિતના લાગતા-વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ગૌચર અને ખાનગી જમીનો ઉપર ભુમાફિયાઓ ખનીજચોરી કરતા હોવાની ફરિયાદ મામલે તંત્રએ કોઈપણ જાતના પગલાં ન ભરતા ભણજીભાઇ ચતુરભાઇ અને જીતેન્દ્રભાઇ પરમાર કલેક્ટર કચેરીસામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો