તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાળું સુરેન્દ્રનગર:શહેરીજનોએ 2000થી વધુ વૃક્ષ દત્તક લીધાં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરને હરીયાળું બનવવા રસ્તા વચ્ચે ડિવાઇડર પર વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરને હરીયાળું બનવવા રસ્તા વચ્ચે ડિવાઇડર પર વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું છે.
  • એક વૃક્ષ ઉગાડવા માટે અંદાજે રૂ.1800નો ખર્ચ થાય, સદભાવના ટ્રસ્ટ 50 ટકા ખર્ચ ઉપાડશે
  • 5000 વૃક્ષનો ઉછેર કરવાનો લક્ષ્યાંક, શહેરના રિવરફ્રન્ટ, લીંબડી, મૂળી લખતર સહિતના રોડ ઉપર વૃક્ષોનું વાવેતર કર્યું

સુરેન્દ્રનગર શહેરને હરીયાળું બનાવવા સામાજિક સંસ્થાઓ સાથે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે શહેરના સદભાવના ટ્રસ્ટે રિવરફ્રન્ટ સહિત વિસ્તારમાં 2000 વૃક્ષના રોપા વાવેતર કર્યાં છે. જેમાં ડોક્ટરોનો પણ સહકાર મળતા શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવેતરની નેમ વ્યક્ત કરી હતી.

સતત ઘટના વૃક્ષોની સંખ્યાના કારણે ગ્લોબલ વોર્મિંગ, વધતું તાપમાન, ઓછો વરસાદ સહિતની સમસ્યાઓ વિશ્વ સામે ઊભી થઇ છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સૌથી ઓછા વૃક્ષો ધરાવતા સુકા મલક તરીકે ઓળખાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો મલક બનાવવા માટે સેવાભાવી સંસ્થાઓ, લોકો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના ડો.નિર્મલા ચુડાસમાએ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા શરૂઆત કરતા તેમની સાથે ડો.ચિરાગ પરસાણા, ડો.ધ્રુપાલ ડોડિયા, ડો.અંકિત મોરડિયા, ડો.વલય શાહ, ડો.દર્શન પટેલ, ડો.સમીર સંતોકીણ જોડાઇ પ્રકૃતિની જાળવણી માટે આગળ આવ્યા છે. જેમાં રાજકોટના સદભાવના ટ્રસ્ટના સહયોગથી શહેરના વિસ્તારોમાં વૃક્ષ વાવેતર કરાઇ રહ્યું છે.

જેમાં શહેરના રિવરફ્રન્ટ રોડ પર બે દિવસમાં 250 વૃક્ષના રોપાનું વાવેતર બાદ, લીંબડી, મુળી, લખતર રોડ સહિતના વિસ્તારમાં 2000થી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે પાલિકાના 80 ફૂટ રોડ, જીઆઇડીસી ગાર્ડન સહિત સ્થળોએ પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું છે.

ગ્લોબલ વોર્મિંગ અંગે લોકો જાગ્રત થાય તે જરૂરી છે
ગ્લોબલ વોર્મિંગ અને શહેરના વધતા તાપમાનને અંગે લોકોમાં જાગૃતિ આવે માટે હું 2 વર્ષથી નાનાપાયે વૃક્ષારોપણ કરતી હતી. વૃક્ષો કુદરતી ઓક્સિજન આપતા હોવાથી વધુમાં વધુ વાવેતર થાય માટે પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં અમારા રેડિયોલોજીના વિદ્યાર્થીઓ રાજકોટની સદભાવના ટીમના 45 લોકો જોડાયા છે. શહેરના હાઇવે પર બંને સાઇડ વૃક્ષો કપાતા સુંદરતા ઓછી થાય છે. માટે આ રસ્તાઓના ડિવાઇડર પર વૃક્ષોનું વાવેતર કરીએ છીએ. જ્યારે લીંબડો, કરંજ, બોરસલી જેવા 100થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવતા વૃક્ષોના રોપા વાવીએ છીએ. જેથી વધુમાં વધુ સમય સુધી વૃક્ષ ટકી રહે. > ડો.નિર્મલા ચુડાસમા

વૃક્ષ 3 વર્ષનું થાય ત્યાં સુધી જાળવણી કરવાની જવાબદારી
શહેરમાં વૃક્ષોના વાવેતર બાદ તેના યોગ્ય ઉછેરના અભાવે સૂકાઇ જતા હોય છે. ત્યારે આ વાવેતર કરેલા રોપા રોપાનો યોગ્ય ઉછેર થાય માટે સંસ્થા અને સેવાભાવી ડોક્ટરોએ દત્તક લે છે. જેમાં ત્રણ વર્ષ સુધી વૃક્ષનો ઉછેર થાય માટે પાણી,ખાતર તથા યોગ્ય ઉછેર થાય માટે સદભાવના ટ્રસ્ટ ટીમે ધ્યાન અપાશે. વર્ષે 1800નો ખર્ચ થાય તેમાં અડધો સંસ્થા, અડધો સેવાભાવી ડોક્ટર આપશે. વધુ લોકો જોડાય માટે દત્તક લીધેલા વૃક્ષની તકતી પર દાતાનું નામ લખાશે.

અન્ય સમાચારો પણ છે...