વરવી વાસ્તવિકતા:સુરેન્દ્રનગરના ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાયાં, એમ્બ્યુલન્સના બારણા પર ચડી દર્દીને નીચે ઉતારવામાં આવ્યો

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા દર્દીને હોસ્પિટલમાં નીચે ઉતારવો મુશ્કેલ બન્યો
  • સરકારી તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા

સુરેન્દ્રનગરના ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાઈ ગયાં હતાં. જેથી ચૂડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા દર્દીને હોસ્પિટલમાં નીચે ઉતારવો મુશ્કેલ બન્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી અને કિચડનું સામ્રાજ્ય હોવાના પગલે 108ના પાયલોટ અને ડોક્ટરોની ટીમ દ્વારા એમ્બ્યુલન્સના બારણા ઉપર ચડી દર્દીને નીચે ઉતારવામાં આવતા ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી થઇ હતી.

સુરેન્દ્રનગરના ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાઈ ગયા હતા. આથી સરકારી તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા હતા. ચૂડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા દર્દીને હોસ્પિટલમાં નીચે ઉતારવો મુશ્કેલ બન્યો હતો. ચૂડા હોસ્પિટલમાં સામાન્ય વરસાદ બાદ વરસાદી પાણી અને કીચડ હોવાના પગલે એમ્બ્યુલન્સનું બારણું ખૂલી શક્યું નહોતું.

ભારે જહેમત બાદ દર્દીને એમ્બ્યુલન્સની ડ્રાઇવરની કેબિનમાંથી મહામુસીબતે નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી અને કિચડનું સામ્રાજ્ય હોવાના પગલે 108ના પાયલોટ અને ડોક્ટરોની ટીમ દ્વારા એમ્બ્યુલન્સના બારણા ઉપર ચડીને દર્દીને નીચે ઉતારવામાં આવતાં ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...