સ્વૈચ્છીક લોકડાઉન:ચુડા વેપારી મહામંડળ દ્વારા કોરોના સંક્રમણને તોડવા 14 એપ્રિલ સુધી બજારો સજ્જડ બંધ કરવાનો નિર્ણય કર્યો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
ચુડા વેપારી મહામંડળ દ્વારા કોરોના સંક્રમણને તોડવા 14 એપ્રિલ સુધી બજારો સજ્જડ બંધ કરવાનો નિર્ણય કર્યો
  • 15થી 18 એપ્રિલ સુધી ચુડાના બજારો સવારથી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે ચૂડામાં કોરોનાનું સંક્રમણ તોડવા ચુડા વેપારી મહામંડળ દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણને તોડવા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લઇ આગામી 14 તારીખ સુધી ચુડા સજ્જડ બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે 15થી 18 એપ્રિલ સુધી ચુડાના બજારો સવારથી બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેરે લોકોને રીતસરના બાનમાં લીધા છે. મોટાભાગની સરકારી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો કોરોનાના દર્દીઓથી ઉભરાયેલી નજરે પડી રહી છે. ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળીને ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કરી રહ્યાં છે.

આગામી 14 તારીખ સુધી ચુડા સજ્જડ બંધનો નિર્ણય લેવામાં આવ્યો

તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં ચુડા નગરમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચુડામાં કોરોનાનું સંક્રમણ તોડવા ચુડા વેપારી મહામંડળ દ્વારા તાકીદની મીટીંગ બોલાવવામાં આવી હતી. આ મીટીંગમાં ચુડામાં કોરોના વાયરસનાં સંક્રમણને તોડવા સ્વૈચ્છીક નિર્ણય લઇ આગામી 14 તારીખ સુધી ચુડા સજ્જડ બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથે 15થી 18 એપ્રિલ સુધી ચુડાની બજારો સવારથી બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. એવો સર્વાનુમતે નિર્ણય લઇ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આજથી આગામી 14 એપ્રિલ સુધી ચુડાની બજારો સ્વૈરિછક સજ્જડ બંધ પાળશે. અને 15થી 18 એપ્રિલ સુધી ચુડાના બજારો સવારથી બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. એવો સાહસિક નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. કોરોના વાયરસના વધતા કેસને ધ્યાને લઇ ચુડાના વેપારી મહામંડળ દ્વારા વિવિધ ‌નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...