ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતાં હુમલો:ચોટીલાના પાંચવડાના આધેડ પર ગામના જ શખ્સોએ જીવલેણ હુમલો કરતાં આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના પાંચવડાના આધેડ પર ગામના જ શખ્સોએ જીવલેણ હુમલો કરતાં આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત - Divya Bhaskar
ચોટીલાના પાંચવડાના આધેડ પર ગામના જ શખ્સોએ જીવલેણ હુમલો કરતાં આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • આધેડે મનરેગા અંતર્ગત કરાયેલા કામોમાં ભ્રષ્ટાચારની રજૂઆત કરતાં હુમલો કરાયાની આશંકા
  • ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચવડા ગામના આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પોલાભાઇ ભીમાભાઇ નામના આધેડ પર ગામના જ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચવડા ગામના આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં આધેડને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ચોટીલાના પાંચવડા ગામમાં મનરેગા અંતર્ગત કરવામાં આવેલા કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની પોલાભાઇ દ્વારા રજૂઆત કરતા તે બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

આ ઘટનામાં પોલાભાઇ ભીમાભાઇ નામના આધેડ પર ગામના જ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...