મદદ:ચોટીલા નવા સુરજદેવળ મંદિર તરફથી તાઉ-તે વાવાઝોડાની અસર થયેલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ રીતે મદદ કરાઇ

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલા નવા સુરજદેવળ મંદિર તરફથી તાઉ-તે વાવાઝોડાની અસર થયેલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ રીતે મદદ કરાઇ - Divya Bhaskar
ચોટીલા નવા સુરજદેવળ મંદિર તરફથી તાઉ-તે વાવાઝોડાની અસર થયેલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ રીતે મદદ કરાઇ
  • મંદિર તરફથી રૂપિયા ત્રણ લાખ 51 હજારની જીવન જરૂરીયાત સામગ્રીની મદદ કરાઇ
  • વધુ અસર પામેલા અમરેલી, રાજુલા વિસ્તારમાં હોવાથી દરેક સમાજ માટે પ્રેરક પહેલ

તાઉ-તે વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા સર્વે અને યુદ્ધના ધોરણે કામ શરૂ છે, પરંતુ આ મદદ બધે પહોંચાડવી હજી ખૂબ કપરી છે. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાયજ્ઞ દરેક સમાજો દ્વારા હાથ ધરાયો હતો. જેમાં ચોટીલાના નવા સુરજદેવળ મંદિર દ્વારા પ્રારંભિક જરૂરિયાતની પૂર્તિ કરી શકાય એ માટે પ્રેરક કામગીરી હાથ ધરી જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા ત્રણ લાખ 51 હજારની વિવિધ મદદ કરવામાં આવી છે.

તાઉ-તે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, જાફરાબાદ, ઉના અને એની આસપાસના અનેક ગામડાઓમાં વાવાઝોડાથી વ્યાપક નુકશાન થયું છે. જેમાં અનેક મકાનો છત વિનાના બન્યાં છે. જાનમાલ તેમજ આર્થિક અને કૃષિગત નુકસાનની સાથે હજારોની સંખ્યામાં વીજ સ્થંભો પડી જવાના કારણે અમુક સમય સુધી અનેક વિસ્તારમાં વીજળી મળવાની કોઈ શકયતા નથી.

સરકાર દ્વારા સર્વે અને યુદ્ધના ધોરણે કામ શરૂ છે. પરંતુ આ મદદ બધે પહોંચાડવી હજી ખૂબ કપરી છે. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાયજ્ઞ દરેક સમાજો દ્વારા હાથ ધરાયો હતો. જેમાં ચોટીલાના નવા સુરજદેવળ મંદિર દ્વારા પ્રારંભિક જરૂરિયાતની પૂર્તિ કરી શકાય એ માટે પ્રેરક કામગીરી હાથ ધરી અને થોડા કલાકોમાં જે જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ મદદ કરવામાં આવી છે.

ચોટીલાના નવા સૂરજદેવળના યુવાનોની કામગીરી ખૂબજ ધન્યવાદને પાત્ર છે. ત્યારે કાઠી ક્ષત્રિય સૂર્ય યુવા ગ્રુપ દ્વારા આ સેવાભાવી ટીમોનો જુસ્સો વધે એવી આગવી પહેલ કરી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતના તમામ ગામોમાં વસતા ક્ષત્રિય ભાઈઓને આ સેવા માટે આગળ આવી તન,મન,ધનથી સહકાર આપીને કપરી પરિસ્થિતિમાં પણ જે સમાજ પડખે ઉભો રહેતો હોય એજ સાચો ક્ષત્રિય એવા સૂર્ય યુવા ગ્રુપ કાઠી સમાજની ટીમની પ્રરેણાથી કાઠી સમાજના ગામોમાં આ સેવાયજ્ઞ શરુ કરેલ છે.

જેમાં સંકટમા રહેલા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને હુંફ બની સેવા કરતા એવા સૂર્ય યુવા ગ્રુપની ટીમ છેલ્લા 24 કલાક ખડેપગે રહેલા એવા કાઠી ક્ષત્રિય સમાજના વડિલો/યુવાનો, કાઠી ક્ષત્રિય કર્મચારી સંગઠનોના ઉમદા સભ્યો અને સૂર્ય યુવા ગૃપ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...