વાતચીતમાં મામલો બીચક્યો:રજૂઆત કરવા ગયેલા ધારાસભ્યની એરપોર્ટ ઓથોરિટી સાથે બોલાચાલી, પોલીસે ઋત્વિક મકવાણાની અટકાયત કરી

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ધારાસભ્ય રજૂઆત કરવા ગયા હતા

રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી પાડતાં સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજુઆત કરતાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઘટનાં સ્થળે દોડી ગયા હતા. જ્યાં એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા બાબતે મામલો બિચક્યો હતો. બાદમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ જીલ્લાનાં બામણબોર પોલીસે કરી અટકાયત કરતા ચકચાર મચી જવા પામી છે.

ધારાસભ્ય ઋત્વિક મકવાણા
ધારાસભ્ય ઋત્વિક મકવાણા

ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ
હાલમાં ચોટીલા અને રાજકોટ વચ્ચે રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી પાડતાં સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઘટનાં સ્થળે દોડી ગયા હતા. જ્યાં ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા બાબતે મામલો બિચકયો હતો.

જેમાં ઉગ્ર બોલાચાલી બાદ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી પોલીસે ધારાસભ્ય ઋત્વિક મકવાણાની અટકાયત કરી હતી. ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાતાં ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...