તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ પર માંસાહારને લઈ ટીપ્પણી કરી હતી. જેનો ચોટીલા જૈન સમાજે વિરોધ નોંધાવી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. સાથે ચોટીલા જૈન સમાજે માંગણી કરી હતી કે, તૃણમુલ કોંગ્રેસના સાંસદે સમગ્ર દેશના જૈન સમાજની માફી માગવી જોઈએ અને આ શબ્દોને સાંસદના રેકોર્ડ પરથી દુર કરવા જોઈએ.
સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા જૈન સમાજના યુવાનો માંસાહાર કરે છે એવું ટીપ્પણી કરાઈ હતી. તે સંદર્ભે સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી પ્રસરી હતી. આ નિવેદનના વિરોધમાં ચોટીલામાં પણ જૈન સમાજના સ્થાનકવાસી, દેરાવાસીઓ, ચોટીલા પાંજરાપોળ અને આંતરરાષ્ટ્રિય જૈન સંસ્થા સહીત મોટી સંખ્યામાં જૈન સમાજ એકત્રિત થઇને ચોટીલા નાયબ કલેક્ટરને આવેદન પાત્ર પાઠવ્યું હતું.
રજૂઆતમાં પ્રદેશ યુવા ભાજપના મંત્રી જય શાહે જણાવ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસના સાંસદે સમગ્ર દેશના જૈન સમાજની માફી માગવી જોઈએ અને આ શબ્દોને સાંસદના રેકોર્ડ પરથી દુર કરવા જોઈએ. આ રજૂઆતમાં દેરાવાસી જૈન સંઘ પ્રમુખ જગદીશ શાહ, પાંજરાપોળ પ્રમુખ મુકેશ શાહ, દિનેશ સંઘવી, અક્ષય શેઠ સહીત મોટી સંખ્યામાં યુવાનો સાથે ચોટીલાના જૈનો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.