તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ચોટીલાની સરકારી કોલેજ હવે ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ તરીકે ઓળખાશે

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સરકારના નિર્ણયને આવકારતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને પિનાકી મેઘાણીએ મુખ્યમંત્રી રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માન્યો. - Divya Bhaskar
સરકારના નિર્ણયને આવકારતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને પિનાકી મેઘાણીએ મુખ્યમંત્રી રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માન્યો.
 • મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ગુજરાત સરકારનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના 125મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત નિર્ણય લીધો હતો. જેમાં ચોટીલા શહેરની સરકારી વિનયન કોલેજને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ નામ કરણ કરવામાં આવ્યુ હતુ.

ઝાલાવાડના પનોતા પુત્ર અને મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપુર્ણ બિરૂદથી નવાજેલા છે તેવા સાહિત્યકાર, લોક સાહિત્યકાર સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત ચોટીલા સ્થિત વર્ષ 2012માં સ્થાપિત સરકારી વિનયન કોલેજને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ તરીકે નામકરણનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારના આનિર્ણયને આવકારતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને પિનાકી મેઘાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માન્યો હતો. જ્યારે ઝવેરચંદ મેઘાણીના જીવનકાર્યથી નવી પેઢી પરિચિત અને પ્રેરીત થાય તેવા આશયથી કોલેજમાં મેઘાણી તક્તી અને મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવા લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો