તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શનનો પ્રારંભ:ચોટીલા ચામુંડા માતાજી મંદિરના દ્વારા આજથી ખૂલ્યા, ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ચામુંડા માતાજી મંદિરના દ્વારા આજથી ખૂલ્યા, ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી - Divya Bhaskar
ચોટીલા ચામુંડા માતાજી મંદિરના દ્વારા આજથી ખૂલ્યા, ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
  • કોરોનાની બીક છતાં ઓછા પ્રમાણમાં લોકોએ માતાજીના દર્શન કર્યા

ગુજરાત ભરના ધાર્મિક સ્થળો કોરોનાની મહામારીને ધ્યાને લઈને દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા ખરા ધાર્મિક સ્થળો આજથી ખુલી જવા પામ્યા છે. ત્યારે આજે તા.11.6.2021થી ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ખુલતા જ ખૂબ ઓછી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન કરી પવિત્ર થયા હતા.

લોકોને હજુ કોરોના વાયરસની બીક છે. છતા પણ આજે સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીનું મંદિરે આવતા ભક્તજનોને દર્શન માટે ખુલ્લુ મુકાયુ છે. જેમાં ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા આવતા ભક્તજનોને સેનેટાઇઝ કરી માસ્ક તેમજ સરકારી ગાઈડ લાઈન કરવા સહિતની સૂચનાઓ આપી સરકારી ગાઈડ લાઈનમાં જણાવ્યા મુજબન દર્શનાર્થીઓને દર્શન કરવા માટે જવા દેવામાં આવતા હોય છે.હાલ અતિથિગૃહ તેમજ ભોજનાલય પણ બંધ રાખવામાં આવ્યું છે.તેવું ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...