સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણને લઇ કલેક્ટરનું જાહેરનામુ:ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઈનીઝ તુક્કલ, કાચ પાયેલા માંજા, અને પ્લાસ્ટિક દોરીનો ઉપયોગ કર્યો તો ખૈર નથી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી કોરોના સંક્રમણની શક્યતાઓ વધી જાય છે. આ બાબતને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આઇ.ભગલાણી દ્વારા તા. 20/1/2023 સુધી પતંગ ચગાવવા સંબંધિત નિયંત્રણો મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અંતર્ગત જાહેર સ્થળો/ ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર એકત્રિત થઈ શકાશે નહીં તેમજ પતંગ પણ ચગાવી શકાશે નહીં.

માસ્ક વિના કોઈપણ વ્યક્તિ મકાન/ ફ્લેટના ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાનાં હેતુથી એકત્રિત થઈ શકશે નહીં તેમજ ત્યાં ઉપસ્થિત લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત પણે કરવાની રહેશે. મકાન/ ફ્લેટનાં ધાબા/ અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ/ રહેણાંક સોસાયટી સંબંધિત કોઈપણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ ફ્લેટના સેક્રેટરી/ અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓની વિરુદ્ધ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મકાન/ ફ્લેટનાં ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા અને લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે.

કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો/ સ્લોગનો/ ચિત્રો પતંગ પર લખી શકશે નહીં. ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટિક/ કાચ પાયેલા માંજા, પ્લાસ્ટિક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે. પતંગ બજારોમાં ખરીદી વેંચાણ કરતા સમયે કોવિડ-19 સંદર્ભે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બધી જ સૂચનાઓના અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત, પેટ્રોલિંગ તથા જરૂરિયાત અનુસાર ડ્રોન, સી.સી.ટી.વી. મારફતે સર્વિલન્સ રાખવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ/ મદદગારી બદલ ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ,2005 તેમજ ભારતીય દંડ સંહિતા-1860ની જોગવાઈ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

- ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો 100 નંબર ઉપર ફરિયાદ કરી શકશે. તથા ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના અપાઇ છે. ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે, એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર : 100 ઉપર રજૂ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...