તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:બાળકોએ રસી લીધી નથી એટલે શાળાએ મોકલતાં ડર લાગે છે : વાલી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 સપ્ટેમ્બરથી ધો. 6થી 8ની શાળા ખોલવાનો સરકારનો નિર્ણય
  • શાળા સંચાલકોએ તૈયારી શરૂ કરી: ગાઇડલાઇનનું પાલન કરવું પડશે

કોરોનાના કેસ ઘટતા સરકાર ધીરે ધીરે શાળાઓ શરૂ કરવાની પરમીશન આપી રહી છે ત્યારે 2 સપ્ટેમ્બરથી જિલ્લામાં ધો.6 થી 8 માં અભ્યાસ કરતા 78788 વિદ્યાર્થી શાળાએ જઇને ભણી શકશે. પરંતુ બાળકોએ રસી ન લીધેલી હોવાને કારણે શાળાએ મોકલતા માતા પીતા ડરી રહ્યા છે. જ્યારે સામે ઘરે ઓનલાઇન ભણીને થાકેલા વિદ્યાર્થીઓ શાળાએ જવા ઉતાવળા થઇ રહયા છે.

કોરોનાથી બાળકોને બચાવવા માટે સરકારે શાળઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓને ઘરે બેઠા બેઠા ઓનલાઇન શિક્ષણ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાના કેસ ઘટી જતા સરકારે તા.26 જુલાઇના દિવસે ધો.9થી 12 અને કોલેજો શરૂ કરવાની પરવાનગી આપી હતી. ત્યાર બાદ બુધવારે શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે આગામી 2 સપ્ટેમ્બરથી ધો.6થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શાળાએ જઇને અભ્યાસ કરી શકશે. જેને લઇને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. પરંતુ તેની સામે માતા પિતા થોડા ચિંતામાં મુકાઇ ગયા છે. કારણ કે બાળકોને હજુ કોરોનાની રસી લીધી નથી. અને કોરોનાનો ભય ગયો નથી.

ત્રીજી લહેર આવવાની વાતો થઇ રહી છે ત્યારે બાળકો એક બીજાના સંપર્કમાં આવે અને કોરોનાનો શિકાર બની શકે છે. અને આ માટે જે દરેક શાળાએ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાની સરકારે કડક સુચના આપી છે. 26 જુલાઇએ ધો.9થી 12 ની શાળાઓ ચાલુ થઇ ત્યારે પ્રથમ દિવસે 47 ટકા વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.ત્યાર બાદ ધીરે ધીરે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 52 ટકા એ પહોચી હતી. ત્યારે ધો.6થી 8ના 78788 વિદ્યાર્થીઓ માંથી કેટલા ટકા વિધાર્થીઓ શાળાએ આવશે તે તો શાળા ખુલ્યાના પહેલા દિવસે જ ખબર પડશે.

ઓફલાઇન શિક્ષણ વધુ સારું છે
કોરોના કાળમાં અમો શાળામાં અભ્યાસથી વંચિત રહી ઘરે બેઠા ભણવા માટે મજબુર થયા હતા.જેમાં ઓનલાઇન અભ્યાસમાં શિક્ષણ મેળવવામાં ક્યારેક નેટવર્ક તો ક્યારેક ઘરમાં હોવાથી અભ્યાસમાં અડચણ આવતી હતી.હાલ શાળાઓ ખુલશે તો ફરી શાળામાં બેસી ભણવાનો મોકો મળશે. > વિરાજ મેમકિયા, વિદ્યાર્થી

ધો. 6થી 8ની સંખ્યા

તાલુકોધો.6ધો.7ધો.8
ચોટીલા274523222739
ચુડા146511741509
ધ્રાંગધ્રા430537014094
લખતર121710211197
લીંબડી251722272500
મુળી207017012118
પાટડી290925582951
સાયલા250321852577
થાનગઢ172015451644
વઢવાણ598452616319
કુલ274352369527,648

9થી 12ની પ્રથમ દિવસની હાજરી

ધોરણકુલ સંખ્યાહાજર સંખ્યાટકાવારીમાં
ધો.98065187023.19
ધો.107958175122
ધો.11531361111.5
ધો.123658184950.55

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...